શોધખોળ કરો

'નિષ્પક્ષ ટીકા ઠીક છે, પરંતુ ન્યાયાધીશો પર પાયાવિહોણા આરોપ ન લગાવવા જોઈએ': સુપ્રીમ કોર્ટ

Supreme Court: સુપ્રીમ કોર્ટે સોમવારે એક વકીલ સામેના તિરસ્કારની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુપ્રીમ કોર્ટે વકીલ સામેના તિરસ્કારની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કર્યો નથી.
  • ન્યાયાધીશો પર ખોટા આરોપો ન્યાયિક સ્વતંત્રતાને નબળી પાડે છે.
  • જજ પર વ્યક્તિગત આરોપો નક્કર પુરાવા પર આધારિત હોવા જોઈએ.
  • પ્રેસ કોન્ફરન્સમાં ન્યાયાધીશ પર જાહેર આરોપ ગંભીર બાબત છે.

Supreme Court: સુપ્રીમ કોર્ટે સોમવારે એક વકીલ સામેના તિરસ્કારની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે ન્યાયાધીશો પર લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપો ન્યાયિક સ્વતંત્રતાના પાયાને નબળી પાડે છે અને તેને મંજૂરી આપી શકાતી નથી.

વકીલે બોમ્બે હાઈકોર્ટના એક વર્તમાન ન્યાયાધીશ પર અનેક આરોપો લગાવ્યા હતા, જેમાં એ આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે એક રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે. વકીલની દલીલને ફગાવતા જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે કહ્યું કે જો આ પ્રકારના આરોપો રોક ટોક વિના ચાલતા રહ્યા તો તેમાં ન્યાયિક પ્રણાલીમાં લોકોના વિશ્વાસને ઓછો કરવાની સ્વાભાવિક વૃત્તિ ધરાવે છે.

'ન્યાયાધીશો સામેના આરોપો નક્કર પુરાવા પર આધારિત હોવા જોઈએ'

બેન્ચે કહ્યું હતું કે, "જવાબદારી અને તપાસ બંધારણીય લોકશાહીનો અભિન્ન ભાગ છે, ન્યાયાધીશ સામેના વ્યક્તિગત સ્વભાવના આરોપો નક્કર પુરાવા પર આધારિત હોવા જોઈએ અને કાયદા અનુસાર કડક રીતે કાર્યવાહી કરવી જોઈએ. આમ કરવામાં નિષ્ફળતા ન્યાયિક સ્વતંત્રતાના પાયાને નબળી પાડવાનું જોખમ પેદા કરે છે."

બેન્ચે જણાવ્યું હતું કે ન્યાયિક નિર્ણયોની નિષ્પક્ષ, તર્કસંગત અને સારા હેતુથી ટીકા કરવામાં કંઈ ખોટું નથી અને તે લોકશાહી ચર્ચાનો એક કાયદેસર પાસું છે. વધુમાં કોઈપણ અરજદારને નિઃશંકપણે એ અધિકાર છે કે તે કોઈ પણ ઉચ્ચ મંચ સમક્ષ આ નિર્ણયોની શુદ્ધતા પર સવાલ ઉઠાવી શકે છે.                                           

'પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપો લગાવવા એ કોઈ વાહિયાત બાબત નથી' 

જોકે, બેન્ચે એમ પણ જણાવ્યું હતું કે આવા પડકારની કાયદેસરતા ન્યાયિક નિર્ણયની સભ્ય અને સંયમિત ટીકા પર નિર્ભર કરે છે કે નહીં કે ન્યાયાધીશની પ્રામાણિકતા અથવા નિષ્પક્ષતા પર લગાવવામાં આવેલા પરોક્ષ આરોપો પર. એક ન્યાયિક નિર્ણય યોગ્ય હોવા પર સવાલ ઉઠાવવો અને સંબંધિત જજ પર વ્યક્તિગત આરોપો લગાવીને પોતાની ફરિયાદને વ્યક્તિગત બનાવવા વચ્ચે સ્પષ્ટ તફાવત જાળવવો મહત્વપૂર્ણ છે." કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે આરોપી વકીલ દ્વારા પત્રકાર પરિષદ યોજવી અને વર્તમાન ન્યાયાધીશ પર જાહેરમાં આરોપ લગાવવાને હળવાશથી લઈ શકાય નહીં.  

ટોપ સ્ટોરી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Embed widget