Supreme Court: બિહારમાં જાતિ આધારિત સર્વે પરથી રોક હટાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, કહ્યુ- 'હાઇકોર્ટ સુનાવણી કરે'
બિહારના જાતિ આધારિત સર્વેને લઈને નીતિશ સરકારને આંચકો લાગ્યો છે
Bihar Caste Based Census: બિહારના જાતિ આધારિત સર્વેને લઈને નીતિશ સરકારને આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે જાતિ આધારિત સર્વે પર પટના હાઈકોર્ટના વચગાળાના સ્ટેને હટાવવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું હતું કે, 14 જૂલાઈએ હાઈકોર્ટ આ મામલે સુનાવણી કરશે. હાઈકોર્ટે સર્વેને પ્રાથમિક દૃષ્ટિએ ગેરબંધારણીય ગણીને વચગાળાનો સ્ટે આપ્યો છે. તેની સામે બિહાર સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી.
Supreme Court declines to lift Patna High Court stay order on caste-based survey in Bihar. Matter listed for July 14. pic.twitter.com/4z6pGdrehv
— ANI (@ANI) May 18, 2023
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાઈકોર્ટે કેટલાક વાંધા ઉઠાવ્યા છે. પહેલા હાઇકોર્ટમાં સુનાવણી કરવી વધુ સારું છે. જો હાઈકોર્ટ આગામી તારીખે તેની સુનાવણી નહીં કરે તો અમારી સમક્ષ મામલો રજૂ કરજો. આ પહેલા બુધવારે (17 મે) જસ્ટિસ સંજય કરોલે સુનાવણીથી પોતાનો અલગ કરી દેતા સુનાવણી થઈ શકી ન હતી. ગુરુવારે જસ્ટિસ અભય ઓક અને જસ્ટિસ રાજેશ બિંદલની કોર્ટમાં તેની સુનાવણી થઈ હતી.
હાઇકોર્ટે વહેલી સુનાવણી માટે અરજી ફગાવી દીધી હતી
નોંધનીય છે કે પટના હાઈકોર્ટે રાજ્યમાં જાતિ આધારિત સર્વેક્ષણને પડકારતી અરજીઓ પર સુનાવણી ઝડપી કરવા બિહાર સરકારની અરજીને ફગાવી દીધી હતી. 4 મેના રોજ ઉપરોક્ત દલીલો સાંભળતી વખતે હાઈકોર્ટે જાતિ આધારિત સર્વે પર વચગાળાનો સ્ટે મુકી જૂલાઈમાં આ મામલાની સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.
હાઈકોર્ટના આદેશ બાદ બિહાર સરકારે હાઈકોર્ટમાં જ વચગાળાની અરજી દાખલ કરી હતી. બિહાર સરકારે કહ્યું કે હાઈકોર્ટનો 4 મેનો આદેશ વચગાળાનો છે. પડતર પ્રશ્નો અંગે જલ્દી નિર્ણય લેવામાં આવે. મામલો થાળે પાડવો જોઈએ. કેસ પેન્ડિંગ રાખવાથી કોઈ હેતુ પૂરો પડતો નથી. હાઈકોર્ટે જૂના આદેશને જ માન્ય રાખ્યો હતો. આ પછી બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ નહીં લાગે! સુપ્રીમ કોર્ટે કહ્યું- સદીઓથી સંસ્કૃતિનો હિસ્સો, કેવી રીતે પ્રતિબંધ લગાવીએ
Jallikattu In Tamil Nadu: સર્વોચ્ચ અદાલતે તમિલનાડુમાં દર વર્ષે યોજાતી રમત જલ્લીકટ્ટુને સમર્થન આપ્યું છે અને તેના પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં જલ્લીકટ્ટુને મંજૂરી આપતા રાજ્ય સરકારના કાયદાને સમર્થન આપ્યું હતું. તેમાં ભાગ લેનાર બળદો પ્રત્યે ક્રૂરતા દર્શાવીને કાયદો રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. તમિલનાડુનો કાયદો સંસદ દ્વારા પસાર કરાયેલ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ કાયદાનું ઉલ્લંઘન કરતો હોવાનું કહેવાય છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું- નવા કાયદામાં ક્રૂરતાના પાસાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ રમત સદીઓથી તમિલનાડુની સંસ્કૃતિનો એક ભાગ રહી છે. તેને વિક્ષેપિત કરી ન શકાય. જો કોઈ પ્રાણીઓ સાથે ક્રૂરતા કરે છે તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ. નોંધનીય છે કે ગયા વર્ષે 8 ડિસેમ્બરે, કોર્ટે એનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઈન્ડિયા વિરુદ્ધ યુનિયન ઑફ ઈન્ડિયા અને અન્ય W.P. (C) નંબર 23/2016 અને સંબંધિત બાબતોમાં ચુકાદો અનામત રાખ્યો હતો. એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ એ. નાગરાજા અને અન્યના નામે દાખલ કરાયેલી અરજીઓમાં ભારત સરકાર દ્વારા 7 જાન્યુઆરી, 2016ના રોજ બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનને રદ કરવાની માંગ કરવામાં આવી છે