શોધખોળ કરો
RJD નેતા શહાબુદ્દીનની જામીન પર સુનાવણી ટળી, સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને લગાવી ફટકાર
નવી દિલ્લી: શું આરજેડીના બાહુબલી નેતા મોહમ્મદ શહાબુદ્દીનની જામીન ચાલુ રહેશે અથવા તેને પાછા જેલમાં મોકલી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે બુધવારે 28 સપ્ટેબરે સૂનવણી કરશે. બિહાર સરકારે કહ્યું કે, આના પર તત્કાલ સૂનવણીની જરૂરત છે. કોર્ટે બિહાર સરકારને ઠપકારીને કહ્યું કે આ મામલો એટલો અર્જટ હતો તો જ્યારે હાઈકોર્ટે છૂટા કરવાનો આદેશ આપ્યો હતો, તે સમયે રોકની માંગ કેમ નહોતી કરી.
શહાબુદ્દીનની તરફથી કહેવામાં આવ્યું છે કે તેને આ કેસમાં જવાબ દાખલ કરવા માટે સમય જોઈએ છે. તે દરેક સવાલોના જવાબ આપશે, પરંતુ હાલ વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણી ઉપલબ્ધ નથી. મીડિયાએ કારણ વગર આ કેસને ઉછાળ્યો છે. તેને 7 સપ્ટેબરે જામીન મળી અને 10 સપ્ટેબરે બહાર આવ્યો હતો. પરંતુ અરજીકર્તાએ હાઈકોર્ટમાં સ્ટેની માંગ કરી નથી અને 16 સપ્ટેબરે સુપ્રીમ કોર્ટમાં અરજી આપવામાં આવી જેના કારણે સૂનવણી ગુરુવાર સુધી ટાળી દેવામાં આવી છે.
કોર્ટ ચંદાબાબૂ અને બિહાર સરકારની અરજી પર સૂનવણી કરી રહ્યું હતું. ચંદા બાબૂ અને બિહાર સરકારે શહાબુદ્દીનની જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. બિહારમાં માર્યા ગયેલા ત્રણ ભાઈઓના પિતા ચંદ્રકેશ્વર પ્રસાદ ઉર્ફ ચંદાબાબૂએ પોતાની અરજીમાં કહ્યું છે કે શહાબુદ્દીનના જેલમાંથી બહાર આવ્યા પછી વિસ્તારમાં સનસની અને ડરનો માહોલ બન્યો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2004માં બે ભાઈઓ ગિરીશ અને સતીષની હત્યાના મામલામાં શહાબુદ્દીનને ડિસેમ્બર 2015માં આજીવનકેદની સજા થઈ હતી. આ કેસમાં એકમાત્ર સાક્ષી મૃતકોના ભાઈ રાજીવ રોશનની પણ 16 જૂન 2014ના રોજ હત્યા કરી દેવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement