શોધખોળ કરો

'સ્ત્રીધન પર માત્ર મહિલાનો અધિકાર, પિતા તેને સાસરિયાઓ પાસેથી માંગી શકે નહીં', સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્ત્રીધન પર માત્ર મહિલાઓનો અધિકાર છે. મહિલાની સંમતિ વિના પિતા પણ તેને સાસરિયાઓ પાસેથી પાછું માંગી શકતા નથી. અદાલતે આ મામલામાં મહિલાના સાસરિયાઓને મોટી રાહત આપી.

સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કડક ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્ત્રીધન મહિલાઓની વિશિષ્ટ સંપત્તિ છે અને મહિલાની મરજી વિના તેના પિતા પણ તેના સાસરિયાઓ પાસેથી સ્ત્રીધન પાછું માંગી શકતા નથી.

ખરેખર, સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ સંજય કરોલની બેન્ચે છૂટાછેડા લીધેલી મહિલાના પિતા દ્વારા દાખલ કરાયેલી FIR રદ કરવાનો આદેશ આપ્યો છે. આમાં પિતાએ પોતાની પુત્રીના છૂટાછેડા પછી સાસરિયાઓ પાસેથી સ્ત્રીધન (લગ્ન સમયે આપેલા ઉપહારો અને આભૂષણો) પાછા આપવાની માંગણી કરી હતી.

કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે કહ્યું, "કોર્ટના અગાઉના આદેશો મહિલા (પત્ની અથવા પૂર્વ પત્ની)ના 'સ્ત્રીધન'ના એકમાત્ર માલિક હોવાના એકલ અધિકાર સંબંધમાં સ્પષ્ટ છે. કોર્ટે એવું માન્યું છે કે સ્ત્રીધન પર એક પતિને કોઈ અધિકાર નથી, અને આનાથી એવું તારણ નીકળે છે કે જ્યાં સુધી પુત્રી જીવિત હોય અથવા પોતાના નિર્ણયો લેવામાં સક્ષમ હોય, ત્યાં સુધી તેના પિતાને પણ સ્ત્રીધન પાછું માંગવાનો અધિકાર નથી."

પિતાએ દાખલ કરાવી હતી FIR

ખરેખર, મહિલાના પિતા તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે સાસરિયાઓએ 1999માં થયેલા લગ્ન સમયે આપવામાં આવેલું સ્ત્રીધન પોતાની પાસે રાખ્યું છે અને પાછું આપતા નથી. મહિલાએ પોતાના પતિને 2016માં છૂટાછેડા આપી દીધા હતા અને 2018માં યુકેમાં બીજા લગ્ન કરી લીધા. કોર્ટે કહ્યું કે મહિલાના છૂટાછેડાના પાંચ વર્ષથી વધુ અને પુનર્લગ્નના ત્રણ વર્ષ પછી દાખલ કરાયેલી FIRમાં કોઈ દમ નથી.

મહિલાના સાસરિયાઓ તરફથી 22 ડિસેમ્બર 2022ના રોજ તેલંગાણા હાઈકોર્ટમાં FIR રદ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે તેને રદ કરવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે ત્યારે આરોપોને પ્રથમ દૃષ્ટિએ વિચારણીય ગણાવ્યા હતા. આ પછી સાસરિયાઓ તરફથી આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

સ્ત્રીધન શું છે?

'સ્ત્રીધન' એ મિલકત છે જેના પર સ્ત્રીનો સંપૂર્ણ અધિકાર છે. જેનો તે કોઈપણ પ્રતિબંધ વિના ઉપયોગ કરી શકે છે. સ્ત્રીને તેના લગ્ન સમયે કે લગ્ન પહેલા કે પછી અથવા બાળકના જન્મ સમયે જે કંઈ ભેટમાં મળે છે, તે આભૂષણો, રોકડ, જમીન, મકાન... તેને 'સ્ત્રીધન' કહેવાય છે . 'સ્ત્રીધન'ના કાર્યક્ષેત્રમાં માત્ર લગ્ન સમયે, બાળકના જન્મ સમયે અથવા કોઈપણ તહેવાર પર સ્ત્રીને આપવામાં આવતી ભેટોનો સમાવેશ થતો નથી, પરંતુ તેણી તેના જીવનકાળ દરમિયાન ભેટ તરીકે જે કંઈ મેળવે છે, તે બધું તેના કાર્યક્ષેત્રમાં આવે છે. આ પૈસા પર માત્ર મહિલાનો જ અધિકાર છે.

આ પણ વાંચોઃ

ચિરાગ પાસવાનનો ભાજપથી મોહભંગ! LJP રામવિલાસના 3 સાંસદ BJP માં જશે? 5 પોઈન્ટમાં જાણો કેમ ઉઠ્યા સવાલો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Embed widget