શોધખોળ કરો
Advertisement
સર્જિકલ સ્ટ્રાઇક પર અમિત શાહએ PMને આપી શુભેચ્છા, કેજરીવાલે કહ્યું- ભારત માતા કી જય
નવી દિલ્લીઃ ભારતના LoC પર સર્જિકલ સ્ટ્રાઇક કરવા પર દેશના તમામ નેતાઓ તરફથી પ્રતિક્રિયા આવી રહી છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. 'ભારત માતા કી જય. સમગ્ર દેશ ભારતીય સેન સાથે છે.' ભારતીય સેનાએ બુધવારે મોડી રાતે નિયંત્રણ રેખા પાર કરીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાક કર્યા હતા.
બીજેપી અધ્યક્ષ અમિત શાહએ સર્જિકલ સ્ટ્રાઇક પર PM મોદીને શુભેચ્છા આપી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, પહેલી વાર આતંકવાદીઓને જડબા તોડ જવાબ આપવામાં આવ્યો છે. બીજેપી નેતા રામ માધવે પણ સરકારના વખાણ કર્યા છે. યુપી કૉંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યું કે, જો આ નિર્ણય આર્મીએ કર્યો છે તો સમગ્ર દેશ તેમની સાથે છે.
બીજેપી નેતા શાહ નવાજ હુસેને કહ્યું કે, આ તમામ આતંકવાદીઓ માટે પાકિસ્તાનની સરહદમાં ઘુસીને આતંકવાદીઓને મારીને લીધો છે. કેંદ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોરે ટ્વિટ કરીને કહ્યુ કે સર્જિકલ સ્ટ્રાઇક માટે અમારી 'રૉક સૉલિડ આર્મીને શુભેચ્છા' PM મોદી આશાઓ પર ખરા ઉતર્યા છે.
પૂંછ અ્ને ઉરીમાં થયેલા આંતકી હુમલાનો શહીદ જવાનોનો બદલો ભારતે પાકિસ્તાનની સીમાની અંદર ઘુસીને આતંકવાદીઓને ઠાર કરીને લીધો હતો. DGMO અને વિદેશ મંત્રાલયની સંયુક્ત પ્રેસ કૉન્ફ્રેન્સમાં આ ખુલાસો કરવામાં આવ્યો કે, ભારતીય આર્મીએ બુધવારે રાતે નિયંત્રમ રેખાને પાર કરીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement