શોધખોળ કરો
Advertisement
સુષ્મા સ્વરાજે કેટલા વર્ષની ઉંમરે કેબિનેટ મિનિસ્ટર બનીને બનાવેલો રેકોર્ડ હજુ નથી તૂટ્યો?
સુષ્મા સ્વરાજના નામે અનેક રેકોર્ડ છે, જેને હવે દેશ યાદ કરશે.
નવી દિલ્હીઃ પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું મગંળવારે નિધન થયું છે. તેમને હાર્ટ એટેક બાદ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હી એમ્સમાં તેમણે અંતિમ સ્વાસ લીધા. વિતેલા ઘણાં દિવસથી સુષ્મા સ્વરાજ બીમાર ચાલી રહ્યા હતા. સુષ્મા સ્વરાજ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રી હતા. 67 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે.
સુષ્મા સ્વરાજના નામે અનેક રેકોર્ડ છે, જેને હવે દેશ યાદ કરશે. 1977માં જ્યારે તેઓ 25 વર્ષના હતા, ત્યારે તે ભારતના સૌથી ઓછી ઉંમરના કેબિનેટ મંત્રી બન્યા હતા. તે 1977થી 1979 સુધી સામાજિક કલ્યામ, શ્રમ અને રોજગાર જૈવા 8 મંત્રાલય મળ્યા હતા. ત્યાર બાદ 27 વર્ષની ઉંમરે 1979માં તેઓ હરિયાણામાં જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા.
સુષ્મા સ્વરાજના નામે જ રાષ્ટ્રીય સ્તરની રાજનીતિક પાર્ટીના પ્રથમ મહિલા પ્રવક્તા બનવાનું ગૌરવ પ્રાપ્ત હતું. ઉપરાંત સુષ્મા સ્વરાજ પ્રથમ મહિલા મુખ્યમંત્રી, કેન્દ્રીય કેબિટન મંત્રી અને વિપક્ષની પ્રથમ મહિલા નેતા હતી.
ઇન્દિરા ગાંધી બાદ સુષ્મા સ્વરાજ બીજા એવા મહિલા હતા, જેમણે વિદેશ મંત્રીનું પદ સંભાળ્યું હતું. વિતેલા ચાર દાયકામાં તેઓ 11 ચૂંટણી લડ્યા, જેમાં ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા. સુષ્મા સ્વરાજ સાત વખત સાંસદ રહી ચૂક્યા હતા.
પંજાબના અંબાલા કેન્ટમાં જન્મેલ સુષમા સ્વરાજે પંજાબ યૂનિવર્સિટી ચંડીગઢથી કાયદાની ડિગ્રી લીધી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે પહેલા જયપ્રકાશ નારાયણના આંદોલનમાં ભાગ લીધો. ઇમર્જન્સીનો પૂરજોર વિરોધ કર્યા બાદ તેઓ સક્રીય રાજનીતિ સાથે જોડાઈ ગયા હતા. સુષમા સ્વરાજ ભારતીય સંસદની પ્રથમ અને એકમાત્ર એવા મહિલા સભ્ય હતા જેમણે આઉટસ્ટેન્ડિંગ પાર્લિમેન્ટેરિયન સન્મામ મળ્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement