શોધખોળ કરો
Advertisement
સુષમા સ્વરાજના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું- ‘દેશમાં આતંકવાદ મુદ્દો નથી તો એસપીજી સુરક્ષા છોડી દો’
રાહુલ ગાંધીની કથિત ટિપ્પણી પર સુષમા સ્વરાજે પ્રહાર કરતા કહ્યું કે. “આતંકવાદ કોઈ મુદ્દો નથી તો તમારે એસપીજી સુરક્ષા છોડી દેવી જોઈએ.”
હૈદરાબાદ: કેન્દ્રીયમંત્રી સુષમા સ્વરાજે શુક્રવારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર તેમની કથિત ટિપ્પણીને લઈને નિશાન સાધતાં કહ્યું કે દેશમાં આતંકવાદ કોઈ મુદ્દો ના હોય તો તેમણે એસપીજી સુરક્ષા છોડી દેવી જોઈએ. સુષમાએ કહ્યું “તેઓ કહે છે કે રોજગાર એક મુદ્દો છે આતંકવાદ નથી. હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે જો આતંકવાદ મુદ્દો નથી અને દેશમાં કોઈ આતંકવાદ નથી તો તમારે એસપીજી સુરક્ષા સાથે કેમ ફરે છે ?”
રાહુલ ગાંધી વિરૂદ્ધ ચૂંટણી લડશે આ મહિલા જે એક સમયે સેક્સ સ્કેન્ડલમાં ફસાઈ હતી
સુષમા સ્વરાજે કહ્યું કે, “રાજીવ ગાંધીની હત્યા બાદથી આજ સુધી તમારો પરિવાર એસપીજી સુરક્ષાના ઘેરામાં છે. જો તમે આતંકવાદ કોઈ મુદ્દો નથી એવું અનુભવતા હોય તો હું તમને કહેવા માંગું છું કે, તમે લખીને આપો કે તમારા પરિવારને એસપીજી સુરક્ષાની જરૂર નથી. કારણ કે તમને લાગે છે કે દેશમાં કોઈ આતંકવાદ નથી અને તમને તેનાથી ડર નથી. ”
સ્વરાજે એક ચૂંટણી સભામાં પુલવામાં હુમલા બાદ પાકિસ્તાના બાલાકોટમાં આતંકીઓના અડ્ડા પર થયેલી એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા કહ્યું કે વિપક્ષી દળોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ નથી અને તેઓ પાકિસ્તાન સમકક્ષોવાળા નિવેદનોને સાચાં માની રહ્યાં છે.
પુણેઃ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં લાગ્યા મોદી-મોદીના નારા, જુઓ આ પછીનું રાહુલનું રિએક્શન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement