શોધખોળ કરો
Advertisement
કયા રાજ્યમાં જૂન મહિનામાં કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે? જાણો મહત્વપૂર્ણ ડિટેલ્સ
તમિલનાડુ યૂનિફોર્મડ સર્વિસ રિક્રુટમેન્ટ બોર્ડ TNUSRBના કોસ્ટેબલની ભરતીને લઈને એક ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું
TN Police Recruitment 2020: તમિલનાડુ યૂનિફોર્મડ સર્વિસ રિક્રુટમેન્ટ બોર્ડ TNUSRBના કોસ્ટેબલની ભરતીને લઈને એક ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશનમાં રાજ્યમાં આયોજિત થનારી TN કોસ્ટેબલ ભરતીની પંસદગી પ્રક્રિયા વિશે જાણકારી આપવામાં આવી છે. આ સાથે જ પોલીસ અધીક્ષકો અને પોલીસ કમિશ્નરોને એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે, ફોર્મ ભરવા માટે ઉમેદવારો પાસે ઈન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ. TNUSRBના જિલ્લા પ્રમુખોને જલ્દી જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ઉમેદવારો જૂન મહિનામાં યોજાનારી ભરતીના ફોર્મ ભરવા માટે નજીકના સાયબર કાફેની મદદ લઈ શકે છે.
આ સમયે કોરોના વાયરસને ફેલાતો અટાકવા માટે દેશમાં લોકડાઉન ચાલુ છે. લોકડાઉન 4 31 મે 2020ના રોજ પૂર્ણ થશે. લોકડાઉનના ચોથા ચરણમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. પોલીસ, કોન્સ્ટેબલ, જેલ બોર્ડર અને ફાયરમેન માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જલ્દી આ ભરતી માટે યોગ્ય અને લાયક ઉમેદવારો TNUSRBની વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
ઉમેદવાર 10મું ધોરણ પાસ હોવો જોઈએ
વય મર્યાદા - 18થી 24 વર્ષ
જાહેરાત જલ્દી ટીએન પોલીસની વેબસાઈટ પર મુકવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે, ફોર્મની કઈ તારીખથી ભરવામાં આવશે તેની તમામ વિગતો વેબસાઈટ પર મુકવામાં આવશે અને તારીખ માટે તમારે વેબસાઈટ પર સતત ચેક કરતું રહેવું પડશે. જલ્દી જ સબ-ઈસ્ટેકર માટે ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement