Teachers Day Gift : રિટાયર્ડ શિક્ષકોને દર મહિને મળશે 50000 રૂપિયા, યુજીસીની પહેલી
યુજીસી ચીફ જગદીશ કુમારે કહ્યું કે, શિક્ષક દિવસ પર, UGC અનેક સંશોધન યોજનાઓની જાહેરાત કરી રહી છે, જેનો લાભ દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને મળશે.
નવી દિલ્હીઃ શિક્ષક દિવસ 2022ના પ્રસંગે યૂનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) 5મી સપ્ટેમ્બરે ત્રણ નવા રિસર્ચ ગ્રાન્ટ અને 2 ફેલોશિપ સ્કીમને શરૂ કરી રહી છે. યૂજીસી દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, સેવારત શિક્ષકો અને સંકાય સદસ્યો (In-Service Teachers) માટે ત્રણ નવી રિસર્ચ ગ્રાન્ટ શરૂ કરી રહ્યું છે. આ માટે 100 સ્લૉટ રાખવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને ગ્રાન્ટ તરીકે 50,000 રૂપિયા અને આકસ્મિત રીતે 50,000 રૂપિયા દર વર્ષે આપવામાં આવશે. નિવૃત્ત શિક્ષકોને આનો મોટો લાભ મળવાનો છે. UGC ચીફ જગદીશ કુમારે આ માહિતી આપી છે.
યુજીસી ચીફ જગદીશ કુમારે કહ્યું કે, શિક્ષક દિવસ પર, UGC અનેક સંશોધન યોજનાઓની જાહેરાત કરી રહી છે, જેનો લાભ દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને મળશે.
ફેલોશિપ હેઠળ પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 50,000 રૂપિયા અને આકસ્મિક ભંડોળ તરીકે વાર્ષિક 50,000 રૂપિયા આપવામાં આવશે. જોકે, આ નિવૃત શિક્ષકોએ કયા વિષય પર સંશોધન કરવાનું રહેશે તે અંગે યુજીસી દ્વારા હજુ સુધી જણાવવામાં આવ્યું નથી.
ડો. રાધાકૃષ્ણન UGC પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ હેઠળ, ભારતીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને ભાષાઓ સહિત વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, માનવતા અને સામાજિક વિજ્ઞાનમાં ઉચ્ચ અભ્યાસ અને સંશોધનની તક પૂરી પાડવામાં આવશે. તેમાં 900 બેઠકો છે, જેમાંથી 30 ટકા મહિલાઓ માટે અનામત છે. પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 50,000ની ફેલોશિપ અને વાર્ષિક રૂ. 50,000ની આકસ્મિક રકમ આપવામાં આવશે.
આ પણ વાંચો...........
India Corona Cases Today: ભારતમાં કોરોના કાબુમાં, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા જ કેસ
Gujarat Monsoon: રાજ્યમાં આવશે ચોમાસોનો વધુ એક રાઉન્ડ, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા
Gujarat Election : કોંગ્રેસની ઉમેદવારી પસંદગીને લઈને સામે આવી મોટી માહિતી, જાણો શું છે મોટા સમાચાર?
Gujarat : સરકાર સામે વધુ બે આંદોલનના મંડાણ, જોણો કોણે કોણે અને કેમ શરૂ કર્યું આંદોલન?