Rajasthan News: CM ગેહલોતે પૂછ્યું- તમારે ટ્રાન્સફર માટે પૈસા આપવા પડે છે? શિક્ષકોએ કહ્યુ- હા, વીડિયો વાયરલ
ગેહલોતે કહ્યું કે અનેકવાર મે સાંભળ્યું છે કે ટ્રાન્સફર માટે તમારે પૈસા આપવા પડે છે? તેમણે કહ્યું કે મને ખ્યાલ નથી કે આ વાત સત્ય છે કે નહીં. જેના જવાબમાં ત્યાં હાજર શિક્ષકોએ ‘હા’ માં જવાબ આપ્યો હતો.
Rajasthan News: રાજસ્થાનમાં શિક્ષકોને ટ્રાન્સફરને લઇને નવી નીતિ બનાવવામાં આવશે. આ વાતની જાહેરાત રાજસ્થાનના મુખ્યમંત્રી અને શિક્ષયમંત્રીએ જયપુરમાં શિક્ષક સન્માન સમારોહ દરમિયાન કરી હતી. વાસ્તવમાં શિક્ષકોને સંબોધિત દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે અનેકવાર મે સાંભળ્યું છે કે ટ્રાન્સફર માટે તમારે પૈસા આપવા પડે છે? તેમણે કહ્યું કે મને ખ્યાલ નથી કે આ વાત સત્ય છે કે નહીં. જેના જવાબમાં ત્યાં હાજર શિક્ષકોએ ‘હા’ માં જવાબ આપ્યો હતો.
#WATCH | At a felicitation program for teachers, in Jaipur, Rajasthan CM Ashok Gehlot asks them if they need to pay money for a transfer. The teachers respond with "Yes". The CM says, "It's very unfortunate that teachers need to pay money for transfer. A policy should be made..." pic.twitter.com/YWAl9QTkSH
— ANI (@ANI) November 16, 2021
ટ્રાન્સફર માટે પૈસા આપવાના સવાલ પર શિક્ષકોનો હા માં જવાબ સાંભળીને મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું કે દુખની વાત છે કે શિક્ષકોએ પૈસા આપીને ટ્રાન્સફર કરાવવું પડે છે. હું સમજુ છું કે કોઇ એવી પોલિસી બની જાય જેથી તમને ખ્યાલ આવી જાય કે તમારી ટ્રાન્સફર થશે તો બે વર્ષ થશે જ. મને ત્રણ વર્ષ લાગશે, મને ચાર વર્ષ લાગશે. તમામને ખ્યાલ આવી જાય કે ના પૈસાથી કામ થશે ના ધારાસભ્યોને ભલામણ કરવી પડશે.
અશોક ગેહલોત બાદ શિક્ષકોને સંબોધિત કરતા રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ કહ્યું કે નિશ્વિત રીતે માનનીય મુખ્યમંત્રીનો જે ઇશારો હતો કે ક્યાંક ને ક્યાં ખિસ્સા કાપવામાં આવી રહ્યા છે. તે મારા અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં શિક્ષકોની ટ્રાન્સફર નીતિ લાગુ કરીને ખત્મ કરવામાં આવશે. સન્માન સમારોહ બાદ અશોક ગેહલોતે ટ્વિટ કરી જણાવ્યું કે સન્માનિત શિક્ષકોને હાર્દિક અભિનંદન. શિક્ષક સમાજ નિર્માતા છે. તેઓ નાનપણથી બાળકોને સંસ્કાર આપે. શિક્ષણની સાથે સંસ્કારનું ખૂબ મહત્વ છે. બાળકોને પોતાની સંસ્કૃતિ અને સંસ્કારોથી અલગ ના થવા દે. કોરોના કાળમાં શિક્ષકોનું યોગદાન પ્રશંસનીય છે