શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હરિયાણાઃ ફરીદાબાદમાં હૈદરાબાદ-નવી દિલ્હી તેલંગાણા એક્સપ્રેસમાં લાગી આગ
અધિકારીએ કહ્યું આગ નવમાં કૉટના પૈડાંની બ્રેક બાઇંડિંગમાં લાગી હતી. જોકે, બાદમાં ફાયર બ્રિગેડની ટીમે યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા
નવી દિલ્હીઃ હરિયાણામં ફરિદાબાદ-પલવલની વચ્ચે એક રેલવે સ્ટેશન પર હૈદરાબાદ-નવી દિલ્હી તેલંગાણા એક્સપ્રેસના પૈડાંમાં આગ લાગી ગઇ. આગ લાગવાથી કોઇ યાત્રીઓને જાનહાનિ નથી થઇ. આ વાતની માહિતી અધિકારીઓએ આપી હતી.
રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ટ્રેન નંબર 12723માં સવારે લગભગ 7.43 વાગે અસૌતી સ્ટેશન પર આગ લાગવાની ઘટના ઘટી, ત્યારબાદ ફાઇટ બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
અધિકારીએ જણાવ્યું કે, ટ્રેન અસૌતી સ્ટેશન પરથી પસાર થઇ ચૂકી હતી, પણ આને વલ્લભગઢથી પહેલા રોકવુ પડ્યુ હતુ. ભારે ધુમાડાના કારણે ટ્રેક પર અવરજવર પણ રોકી દેવામાં આવી હતી. અધિકારીએ કહ્યું આગ નવમાં કૉટના પૈડાંની બ્રેક બાઇંડિંગમાં લાગી હતી. જોકે, બાદમાં ફાયર બ્રિગેડની ટીમે યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.CPRO, Northern Railway: Fire in brake binding of Telangana Express was detected at 7.43 am today near Asoti-Ballabgarh in Haryana, all passengers safe; Up and down services on the route affected, fire tenders present at the spot pic.twitter.com/QfNRiVstoE
— ANI (@ANI) August 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મનોરંજન
મહિલા
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion