શોધખોળ કરો
Advertisement
હૈદરાબાદ એન્કાઊન્ટર પર તેલંગાણા હાઈકોર્ટ લાલધુમ, મૃતદેહને લઈને આપ્યો આ આદેશ
પોલીસ દ્વારા કરવામાં આવેલા આ એન્કાઉન્ટરને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે.
નવી દિલ્હીઃ હૈદરાબાદ ગેંગરેપ પીડિતાના આરીપોઓના એન્કાઊન્ટર મામલે તેલંગાના હાઈકોર્ટે લાલધુમ થઈ છે. કોર્ટે સોમવારે રાત્રે 8 કલાક સુધી શબોને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટ એન્કાઊન્ટર વિરૂદ્ધ અરજી પર સોમવારે સવારે 10-30 કલાકે સુનાવણી કરશે. આ મામલે માનવધિકાર પંચની ટીમ પણ આજે હૈદરાબાદ જશે. જ્યારે મુંબઈના કેટલાક વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસને હૈૌદ્રાબાદમાં ગેંગરેપના આરોપીએના એનકાઊન્ટરને લઈને પત્ર લખ્યો છે. વકીલોએ પત્રમાં એન્કાઊન્ટરમાં સામલે પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરી છે. પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, એન્કાઊન્ટરના નામે ચારેય આરોપીઓની પોલીસે હત્યા કરી છે.
હૈદરાબાદ પોલીસે શુક્રવારે વહેલી સવારે બળાત્કાર પીડિતાને જીતવી સળગાવી દેનારા ચારેય આરોપીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. પોલીસે આ તમામને એ જ જગ્યાએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા કે જ્યાં તેમણે પીડિતા સાથે જધન્ય કૃત્ય કર્યું હતું. આ ચારેય આરોપીઓ પોલીસના હથિયારો આંચકીને નાસવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં ત્યારે પોલીસે તમામને એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી દીધા હતાં.
પોલીસ દ્વારા કરવામાં આવેલા આ એન્કાઉન્ટરને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે. કેટલાક લોકો પીડિતાને ત્વરીત ન્યાય અપાવવાને લઈને પોલીસની આ કાર્યવાહીને આવકારી રહ્યાં છે તો કેટલાક તેને ‘ન્યાયેત્તર હિંસા’ ગણાવી રહ્યાં છે.
હવે તેલંગાણા હાઈકોર્ટે પણ આ કાર્યવાહીને લઈને આકરૂ વલણ દાખવ્યું છે. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે તમામ આરોપીઓના મૃતદેહને સાચવી રાખવામાં આવે. આ મૃતદેહોનો પોલીસ કોઈ જ નિકાલ ના કરે. હાઈકોર્ટે કહ્યું છે કે, મૃતદેહને 9 ડિસમ્બર સાંજે 8 વાગ્યા સુધી સુરક્ષીત રાખવામાં આવે. જેથી આ મૃતદેહનો ના તો તેલંગાણા પોલીસ કે ના તો આરોપીઓના પરિજનો કોઈ જ નિકાલ કરી શકશે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement