પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે CBIના ડિરેક્ટરને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
CBIના ડિરેક્ટર પ્રવીણ સૂદને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે.

CBI Director: કેન્દ્ર સરકારે બુધવારે સીબીઆઈ ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવ્યો. સૂદે 25 મે, 2023 ના રોજ બે વર્ષના કાર્યકાળ માટે સીબીઆઈ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અને ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની બનેલી પસંદગી સમિતિની બેઠકમાં તેમનો કાર્યકાળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
The tenure of CBI Director Praveen Soon extended for a period of one year beyond 24.05.2025. pic.twitter.com/aDSsuDMFD2
— ANI (@ANI) May 7, 2025
IPS પ્રવીણ સૂદ કોણ છે?
19986 બેચના કર્ણાટક કેડરના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી પ્રવીણ સૂદ તેમની નિમણૂક પહેલાં રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) હતા. તેમણે 25 મે 2023 ના રોજ CBI ડિરેક્ટરની જવાબદારી સંભાળી હતી. મળતી માહિતી મુજબ, CBI ડિરેક્ટર પ્રવીણ સૂદ હિમાચલ પ્રદેશના રહેવાસી છે. પસંદગી સમિતિની ભલામણોના આધારે, કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ 24 મે પછી સૂદનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવાની મંજૂરી આપી. સૂદ 1986 બેચના કર્ણાટક કેડરના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી છે.
જ્યારે તેમને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારે તેઓ કર્ણાટકના પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે સેવા આપી રહ્યા હતા. 1954માં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં જન્મેલા સૂદ દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી સિવિલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી 22 વર્ષની ઉંમરે IPSમાં જોડાયા.
ન્યૂયોર્કથી ડિગ્રી પણ મેળવી
તેમની પાસે બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને ન્યૂ યોર્કની સિરાક્યુઝ યુનિવર્સિટીની મેક્સવેલ સ્કૂલ ઓફ ગવર્નન્સમાંથી અનુસ્નાતક ડિગ્રી પણ છે. પોતાના વ્યવહારુ અભિગમ માટે જાણીતા, સૂદે ઉચ્ચ નિવલ સંપત્તિ ધરાવતા વ્યક્તિઓ અને આંતર-રાજ્ય અને આંતરરાષ્ટ્રીય બાબતોને લગતા હાઇ પ્રોફાઇલ કેસોની તપાસનું નિરીક્ષણ કર્યું હતું.
ટેક-સેવી અધિકારીએ કર્ણાટકમાં CCTNS (ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સ) અને ICJS (ઇન્ટરઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ) ને મજબૂત બનાવવા માટે ન્યાયતંત્ર સાથે કામ કર્યું હતું.
ગઈકાલે બેઠકમાં હાજર રહ્યા હતા રાહુલ ગાંધી
નવા સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂક માટે રચાયેલી સમિતિની બેઠક સોમવારે (5 મે, 2025) વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સીજેઆઈ સંજીવ ખન્ના પણ તેમાં ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂક અંગે કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત નામ સાથે સહમત નથી. તેમણે આ અંગે ડિસેન્ટ નોટ આપી હતી.





















