શોધખોળ કરો

Mumbai Blasts 2003: મુંબઇ બ્લાસ્ટના મોસ્ટ વોન્ટેડ આતંકી બશીરની કેનેડાથી ધરપકડ, ભારત લાવવામા આવશે

મુંબઈ પોલીસ નિયમોનું પાલન કરીને બશીરને ભારતમાં પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કરી રહી છે.

Vile Parle Bomb Blast:  મુંબઈ બોમ્બ વિસ્ફોટો (2002-03)ના કાવતરામાં વોન્ટેડ આતંકવાદીઓમાંના એક CAM બશીરની કેનેડિયન સુરક્ષા એજન્સીઓએ ધરપકડ કરી છે. દરમિયાન, મુંબઈ પોલીસ નિયમોનું પાલન કરીને બશીરને ભારતમાં પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કરી રહી છે.

આતંકવાદી બશીરને ભારતમાં પ્રતિબંધિત ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)ના પ્રારંભિક કટ્ટરપંથી નેતાઓમાંના એક ગણવામાં આવે છે. બશીર પર 2002-03ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં સામેલ હોવાનો આરોપ છે. આ વિસ્ફોટમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા ઘાયલ થયા. આ કેસમાં બશીર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

બશીર કેનેડાથી ભાગી રહ્યો હતો ત્યારે પકડાયો હતો

આતંકવાદી બશીરને ચેનેપરમ્બિલ મોહમ્મદ બશીર તરીકે પણ ઓળખવામાં આવે છે. બશીર કેનેડા ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે પકડાયો હતો. બશીર વિરુદ્ધ ઈન્ટરપોલ દ્વારા જાહેર કરવામાં આવેલી રેડ કોર્નર નોટિસના આધારે તેની વિરુદ્ધ હત્યા, આતંકવાદી કાવતરું અને અન્ય આરોપો છે, આ આરોપોમાં તેની ધરપકડ પણ કરવામાં આવી છે.

બશીર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ડિસેમ્બર 2002માં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન બ્લાસ્ટ, જાન્યુઆરી 2003માં વિલે પાર્લે બ્લાસ્ટ અને માર્ચ 2003માં મુલુંદ ટ્રેન બ્લાસ્ટ સાથે સંબંધિત છે. મુંબઈ પોલીસે ચાલી રહેલી પ્રત્યાર્પણ પ્રક્રિયાના ભાગરૂપે ડીએનએ પ્રોફાઇલિંગ માટે બશીરની બહેનના લોહીના નમૂના લેવા માટે અર્નાકુલમની વિશેષ અદાલત પાસે પરવાનગી માંગી છે.

બશીરે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું

બશીરનો જન્મ વર્ષ 1961માં કેરળના કાપરાસેરી ગામમાં થયો હતો, તેણે એરોનોટિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. બાદમાં તે અલુવા ટાઉનમાં સિમીનો ટોચના નેતા તરીકે ઉભરી આવ્યો હતો. 1980 ના દાયકાના અંત ભાગમાં બશીરને સિમીનો ભારતનો વડો બનાવાયો હતો. આટલું જ નહીં, બશીરે ઘણા યુવાનોને આતંકવાદી ગતિવિધિઓ કરવા માટે પ્રેરિત કર્યા અને યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બશીર ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે પણ સંકળાયેલો હતો, જેનું ઓપરેશન મધ્ય પૂર્વના દેશોમાંથી ચલાવવામાં આવી રહ્યું હતું. બશીર 2011 થી કેનેડામાં લો પ્રોફાઇલ જીવન જીવી રહ્યો હતો, જોકે એજન્સીઓ કેનેડામાં તે ક્યાં રોકાયો હતો તેની તપાસ કરી રહી છે

બશીરે 1990ના દાયકાની શરૂઆતમાં પાકિસ્તાનની મુલાકાત દરમિયાન ISI પાસેથી આતંકવાદી તાલીમ લીધી હતી. વર્ષ 2011માં બશીરનું નામ ભારતના 50 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ હતું. બશીર હવે 62 વર્ષનો છે, પરંતુ બશીર હજુ પણ ગુપ્તચર એજન્સીઓના રડાર પર હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

વિડિઓઝ

Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી
Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Embed widget