શોધખોળ કરો

Census in India: દેશમાં આગામી વર્ષે શરૂ થઇ શકે છે વસ્તીગણતરી, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

વસ્તી ગણતરી પૂર્ણ થયા બાદ લોકસભા સીટોનું સીમાંકન શરૂ થશે

Census in India: કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરીને લઈને મોટી માહિતી મળી રહી છે. સૂત્રોનું કહેવું છે કે દેશમાં આગામી વર્ષથી વસ્તી ગણતરી શરૂ થઈ શકે છે. વસ્તી ગણતરી આવતા વર્ષે 2025થી શરૂ થશે જે 2026 સુધી ચાલશે. કોરોના મહામારીના કારણે 2021માં યોજાનારી વસ્તી ગણતરીને મોકૂફ રાખવી પડી હતી.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હવે વસ્તી ગણતરીનું ચક્ર પણ બદલાશે. અત્યાર સુધી દર દસ વર્ષે વસ્તી ગણતરી દાયકાની શરૂઆતમાં કરવામાં આવતી હતી. ઉદાહરણ તરીકે, વસ્તી ગણતરી 1991, 2001, 2011 વગેરેમાં શરૂ થતી હતી. જો કે હવે 2025 પછી આગામી વસ્તી ગણતરી 2035, 2045, 2055માં આ રીતે થશે.

તારીખ નક્કી નથી, પરંતુ તૈયારીઓ ચાલુ છે

2021માં યોજાનારી વસ્તી ગણતરી હવે 2025 માં શરૂ થવાની સંભાવના છે. જો કે, વસ્તી ગણતરી શરૂ કરવાની તારીખ હજુ નક્કી થઈ નથી, પરંતુ રજિસ્ટ્રાર જનરલની તૈયારીઓ ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે વસ્તી ગણતરીમાં ઓછામાં ઓછા 2 વર્ષ લાગશે. વસ્તી ગણતરી અંગેના કેટલાક નીતિવિષયક નિર્ણયો પણ સરકારી સ્તરે લેવાના હોય છે.

વસ્તી ગણતરી પૂર્ણ થયા બાદ લોકસભા સીટોનું સીમાંકન શરૂ થશે. સીમાંકનની પ્રક્રિયા 2028 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. અનેક વિપક્ષી પાર્ટીઓ તરફથી પણ જાતિ ગણતરીની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ સરકારે હજુ સુધી આ અંગે નિર્ણય લીધો નથી.

શું વસ્તી ગણતરીમાં આટલો મોટો પ્રશ્ન પૂછવામાં આવી શકે છે?

સામાન્ય રીતે વસ્તી ગણતરીમાં ધર્મ અને વર્ગ પૂછવામાં આવે છે. સામાન્ય, અનુસૂચિત જાતિ અને જનજાતિ ગણાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે લોકોને એ પણ પૂછવામાં આવી શકે છે કે તેઓ કયા સંપ્રદાયના અનુયાયી છે. ઉદાહરણ તરીકે, કર્ણાટકમાં લિંગાયતો જેઓ સામાન્ય વર્ગના છે, તેઓ પોતાને એક અલગ સંપ્રદાય માને છે.

તેવી જ રીતે અનુસૂચિત જાતિઓમાં પણ વિવિધ સંપ્રદાયો છે જેમ કે વાલ્મીકિ, રવિદાસી વગેરે. એટલે કે સરકાર ધર્મ, વર્ગ અને સંપ્રદાયના આધારે વસ્તી ગણતરીની માંગ પર વિચાર કરી રહી છે.           

ગગનયાનની તારીખ થઇ ફિકસ, ચંદ્ર માનવ મિશન ક્યારે થશે શરૂ, ISRO ચીફે કરી મહત્વની જાહેરાત

ટોપ સ્ટોરી

ઘર બનાવવું મોંઘું થશે! સપ્ટેમ્બર બાદ હવે ઓક્ટોબરમાં વધશે સિમેન્ટના ભાવ, જાણો નવો રેટ
ઘર બનાવવું મોંઘું થશે! સપ્ટેમ્બર બાદ હવે ઓક્ટોબરમાં વધશે સિમેન્ટના ભાવ, જાણો નવો રેટ
₹10 કરોડની FD અને અબજોનું સામ્રાજ્ય: SP ના ઉમેદવાર ધનરાજ નથવાણી પાસે કેટલી સંપત્તિ?
₹10 કરોડની FD અને અબજોનું સામ્રાજ્ય: SP ના ઉમેદવાર ધનરાજ નથવાણી પાસે કેટલી સંપત્તિ?
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
કોકપિટમાં શું થયું, કેવી રીતે પહોંચ્યું ચાકુ, અત્યારે કઈ હાલતમાં છે સ્મિત? જાણો તમામ સવાલના જવાબ એક ક્લિકે
કોકપિટમાં શું થયું, કેવી રીતે પહોંચ્યું ચાકુ, અત્યારે કઈ હાલતમાં છે સ્મિત? જાણો તમામ સવાલના જવાબ એક ક્લિકે
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
Embed widget