શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કેંદ્ર સરકારના આર્થિક સલાહકાર અરવિંદને સ્વામીના નિશાના પર, ગણાવ્યા ભારત વિરોધી
નવી દિલ્લીઃ રધુરામ રાજન બાદ બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કેંદ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યનને દૂર કવરવાની માંગ કરી છે. સ્વામીએ આરોપ લગાવ્યો છે કે, GST પર કૉંગ્રેસને પોતાની ધારાઓ પર અડગ રહેવા માટે અરવિંદે જ પ્રોત્સાહિત કર્યા હતા. સ્વામીએ કહ્યું કે, અમરિકાન દવા કંપનીઓના હિતોની રક્ષા માટે અરવિંદ સુબ્રમણ્યને જ અમેરિકાને ભારત વિરુદ્ધ કાર્યવહી કરવા માટે 2013માં કહ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અરવિંદ સુબ્રમણ્યનનું નામ આરબીઆઇના ગવર્નર માટે ચાલી રહ્યુ છે.
સ્વામીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, તે અમેરિકામાં કામ કરતા હતા. અમેરિકન કૉંગ્રેસ ભારતની સ્થિતિ પર સમિક્ષા કરી રહ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે, ભારત અમેરિકાને અનુકૂળ નથી ચાલી રહ્યું. આપણે તેના વિરુદ્ધ WTOમાં અડચણ નાખવી જોઇએ. આ પ્રકારના વ્યક્તિ અહીં આવીને નાણામંત્રાયલને સલાહ આપી રહ્યા છે કે, કૉંગ્રેસ GSTને લઇને જે સલાહ આપી રહ્યુ છે તેને માની લેવી જાઇએ એવા લોકો આપણી પાર્ટીની સરકારને નિષ્ફળ કરી શકે છે. તેને આપણે ન રાખવો જોઇએ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion