The Kerala Story: સુપ્રીમ કોર્ટ પહોંચ્યો The Kerala Story પરનો વિવાદ, દેશભરમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ
ફિલ્મ ‘The Kerala Story' પર ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે
The Kerala Story: ફિલ્મ ‘The Kerala Story' પર ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. અરજદારોએ હવે ફિલ્મ પર પ્રતિબંધ મુકવાનો ઇનકાર કરતા કેરળ હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ મામલાની વહેલી તકે સુનાવણી કરવાની માંગ કરી છે. જેના પર ચીફ જસ્ટિસે 15 મેના રોજ સુનાવણી કરવાનું કહ્યું હતું.
SC agrees to list on May 15 plea against HC order on 'The Kerala Story' release
— ANI Digital (@ani_digital) May 9, 2023
Read @ANI Story | https://t.co/7deFCkO3tH pic.twitter.com/Uvag36kthp
નોંધનીય છે કે પાંચ, મેના રોજ કેરળ હાઈકોર્ટે ફિલ્મ The Kerala Story ની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ફિલ્મના ટ્રેલરમાં કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ કંઈ પણ વાંધાજનક નથી. કોર્ટે આદેશ આપતા પહેલા ફિલ્મનું ટ્રેલર જોયું હતું. ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે આ ફિલ્મમાં ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ કંઈ નથી.
કેરળ હાઈકોર્ટે કહ્યું હતું કે આ ફિલ્મમાં મુસ્લિમ ધર્મ પર કોઈ આરોપ લગાવવામાં આવ્યો નથી. પરંતુ આઇએસઆઇએસની સ્ટોરી બતાવવામાં આવી છે. વાસ્તવમાં આ ફિલ્મમાં તે છોકરીઓની વાર્તા છે જેઓ નર્સ બનવા માંગતી હતી, પરંતુ આઇએસઆઇએસની આતંકવાદી બની ગઇ હતી. આ ફિલ્મને લઈને દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનર્જીએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે જ્યારે યુપી સરકારે તેને ટેક્સ ફ્રી કરી દીધી છે.