શોધખોળ કરો

The Kerala Story: પશ્વિમ બંગાળમાં હવે રીલિઝ થશે The Kerala Story, સુપ્રીમ કોર્ટે હટાવ્યો પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ પ્રતિબંધ માટે કોઈ નક્કર આધાર હોય તેવું લાગતું નથી

The Kerala Story:  ઘણા વિવાદોથી ઘેરાયેલી ફિલ્મ The Kerala Story પર પશ્ચિમ બંગાળ સરકાર દ્ધારા લાદવામાં આવેલ પ્રતિબંધ આજે સુપ્રીમ કોર્ટે હટાવી લીધો છે. આ મામલે સુનાવણી કરતા ચીફ જસ્ટિસે કહ્યું હતું કે  અમે પશ્ચિમ બંગાળ સરકાર  દ્ધારા 8 મેના રોજ ફિલ્મ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવી રહ્યા છીએ. આ પ્રતિબંધ માટે કોઈ નક્કર આધાર હોય તેવું લાગતું નથી.

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે અમે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાના પશ્ચિમ બંગાળના નિર્ણય પર રોક લગાવીશું. આ સાથે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.

ચીફ જસ્ટિસે ટિપ્પણી કરી હતી કે અમે ઉનાળાના વેકેશન પછી ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મળવાના મુદ્દા પર સુનાવણી કરીશું. તેમણે કહ્યું હતું કે થિયેટરને સુરક્ષા પૂરી પાડવાનું કામ રાજ્ય સરકારનું છે. હવે આ ફિલ્મને લઈને સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 18 જૂલાઈએ થશે.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની કોર્ટમાં સુનાવણી દરમિયાન આ ફિલ્મ પર પ્રતિબંધની માંગણી કરતી એક અરજીકર્તાના વકીલે કહ્યું હતું કે ફિલ્મને વાસ્તવિક રીતે રજૂ કરવામાં આવી છે અને ડિસ્ક્લેમરમાં કંઈક બીજું છે. આ કરી શકાતું નથી. તેના પર ચીફ જસ્ટિસે સાલ્વેને પૂછ્યું હતું કે 32,000નો આંકડો તોડી-મરોડીને બતાવવામાં આવ્યો છે તેના વિશે જણાવો. સાલ્વેએ કહ્યું હતું કે ઘટનાઓ બની હોવાના કોઈ સત્તાવાર ડેટા ઉપલબ્ધ નથી. આ વિવાદનો વિષય નથી. આ પછી ચીફ જસ્ટિસે કહ્યું કે 'પરંતુ અહીં ફિલ્મ કહે છે કે 32000 મહિલાઓ ગુમ છે... તેમાં એક ડાયલોગ છે.' સાલ્વેએ જવાબ આપ્યો કે અમે ડિસ્ક્લેમરમાં બતાવવા માટે તૈયાર છીએ કે આના પર કોઈ અધિકૃત ડેટા ઉપલબ્ધ નથી.

બંગાળ સરકારે પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો હતો

આ પહેલા કેસની સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારે ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આપેલા એફિડેવિટમાં પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું હતું કે ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' નકલી તથ્યો પર આધારિત છે અને તેમાં નફરતભર્યા ભાષણ છે જે સાંપ્રદાયિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. આ ફિલ્મ સમુદાયો વચ્ચે નફરત પેદા કરી શકે છે, જેનાથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. એફિડેવિટમાં પશ્ચિમ બંગાળ સરકારે પ્રતિબંધ પાછળની ગુપ્તચર માહિતીનો આધાર લીધો હતો. જો કે સુપ્રીમ કોર્ટે આજે આ ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
Embed widget