શોધખોળ કરો
Advertisement
પરીણિત યુવતી 3 સંતાનોના પિતા એના પ્રેમી સાથે માણી રહી હતી શરીર સુખ ને પકડાઈ ગઈ, ગામનાં લોકોએ શું કર્યું કે પોલીસે દોડવું પડ્યું ?
બન્નેને છોડાવવા માટે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી પરંતુ ગામના લોકોના ભારે વિરોધને જોતા પોલીસ પણ કંઈ ન કરી શકી.
રાંચીઃ ઝારખંડના પાકુડમાં આડા સંબંધના આરોપમાં ગામ લોકોએ બે લોકોને બંધક બનાવ્યા હતા. મહેશપુર પોલીસ સ્ટેશન અંત્રગત આવતા પરિયારદાહા ગામમાં 26 વર્ષીય પરિણીત આદિવાસી મહિલાને ગામના લોકોએ તેના પ્રેમી સાથે પકડી લીધી હતી. ત્યાર બાદ પંચાયતે દુગલકી ફરમાન કરતાં તેમને બંધક બનાવીને ઝાડ સાથે બાંધી દીધા.
સાહેબગંજ, દુમકા, પાકુડ અને અન્ય સંથાલ પરગના જિલ્લામાં સતત આવી ઘટનાઓ બનતી રહી છે જ્યાં ભીડ હોય ત્યાં ન્યાય કરવા ઉતરી પડે છે. આ દરમિયાન લોકો કાયદો હાથમાં લેવાથી પણ નથી ડરતી.
સ્થાનીક લોકોએ કહ્યું કે, ગ્રામજનોએ ચાર વર્ષની દીકરીની માતા ટેરેસા હસદાને તેના પ્રેમી મસલેઉદ્દીન અંસારીની સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડી હતી. આરોપી પ્રેમી ત્રમ બાળકોનો પિતા છે અને પાડોશમાં બાલીદંગલ ગામનો રહેવાસી છે.
ત્યારબાદ ગ્રામજનોએ એ બન્નેને એક ઝાડ સાથે બાંધી દીધા. આ બન્ને ભાગી ન જાય તે માટે કેટલાક ગ્રામજનોએ ઝાડ પર ચડીને તેમના પર નજર રાખવા લાગ્યા. બન્નેને છોડાવવા માટે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી પરંતુ ગામના લોકોના ભારે વિરોધને જોતા પોલીસ પણ કંઈ ન કરી શકી.
જ્યારે આ મામલે પાકુરના એસપી મણિલાલ મંડલે કહ્યું કે, કોઈને કાયદો હાથમાં લેવાની મંજૂરી નથી. અમે મામલાની તપાસ કરી રહ્યા છે. જો કે સૂત્રોએ કહ્યું છે કે તેમને ગ્રામીણોની કેદમાંથી છોડાવવા માટે પોલીસે વધારાની ફોર્સ બોલાવવાની યોજના બનાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion