શોધખોળ કરો
NYAY યોજના પર કોંગ્રેસની નવી જાહેરાત, હવે આ લોકોના ખાતામાં જમા થશે 72 હજાર રૂપિયા

નવી દિલ્હીઃ કોંગ્રેસ રાહુલ ગાંધીએ મોટું ચૂંટણી વચન કરતા દેશના 20 ટકા ગરીબ લોકોને દર વર્ષે 72 હજાર રૂપિયાની જાહેરાત કર હતી. આજે એ જ લઘુતમ આવક યોજનાને લઈને કોંગ્રેસે એક મોટી જાહેરા કરી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, આ યોજના અંતર્ગત આપવામાં આવનારી 72 હજાર રૂપિયાની રકમ સીધી ઘરની મહિલાઓના ખાતામાં જમા થશે. કોંગ્રેસે પોતાની આ યોજનાને મહિલા કેન્દ્રિત યોજના ગણાવી છે. તેની સાથે જ કોંગ્રેસે પ્રધાનમંત્રી મોદીને પાખંડી ગણાવતા ગરીબ વિરોધી હોવાનો આરોપ પણ લગાવ્યો.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, ‘અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે ટોપ સ્કીમ નથી, દરેક પરિવારને 72,000 રૂપિયા પ્રતિવર્ષ મળશે. આ મહિલા કેન્દ્રિત સ્કીમ છે, આ 72,000 રૂપિયા કોંગ્રેસ પાર્ટી ઘરની ગૃહિણીના ખાતામાં જમા કરાવશે. આ સ્કીમ શહેર અને ગામડા સહિત સમગ્ર દેશના ગરીબો પર આ યોજના લાગુ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દુનિયા
અમદાવાદ
Advertisement
