શોધખોળ કરો
દેશમાં આ બે મહત્વનાં રાજ્યોમાં 15 જૂનથી સંપૂર્ણ લોકડાઉન લદાવાની શક્યતા, જાણો મુખ્યમંત્રીઓએ શું કહ્યું ?
મહારાષ્ટ્રમાં 97,648 કોરોનાના કેસ છે તો 3590 લોકોના મોત થયા છે. જ્યારે દિલ્હીમાં 34,000 કોરોનાના કેસ છે અને 1085 લોકોના મોત થયા છે.

નવી દિલ્હીઃ દેશમાં દિલ્હી અને મહારાષ્ટ્ર એવા બે રાજ્ય છે જ્યાં કોરોનાના સૌથી વધારે કેસ જોવા મળી રહ્યા છે. અટકળો છે કે આ બન્ને રાજ્યમાં 15 જૂન પછી ફરીથી સંપૂર્ણ લોકડાઉન લાગી શકે છે. મહારાષ્ટ્રમાં 97,648 કોરોનાના કેસ છે તો 3590 લોકોના મોત થયા છે. જ્યારે દિલ્હીમાં 34,000 કોરોનાના કેસ છે અને 1085 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 11 દિવસથી રોજ 2 હજારથી ધારે કેસ અને 100 કરતાં વધારે લોકોના મોત થઈ રહ્યા છે. એવી જ રીતે દિલ્હીમાં રોજ 1000 આસપાસ નવા કેસ આવી રહ્યા છે. ભારતમાં અનલોક 1 આવ્યા બાદ મોટાભાગના રાજ્યોમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે.
થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધ ઠાકરાએ પત્રકારો સાથે કરતાં કહ્યું હતું કે, જો લોકો લોકડાઉનમાં આપવા આવેલ છૂટનો લોકો ગેરલાભ ઉઠાવશે તો રાજ્યમાં ફરીથી લોકડાઉન લાદવા માટે મજબૂર થવું પડશે. તેમણે એ પણ કહ્યું હતું કે, અમે લોકલ ટ્રેન ફરીથી શરૂ કરવાની માગ કેન્દ્ર પાસે કરી ચૂક્યા છીએ. શટડાઉનને કારણે ઘણાં લોકો ફરીથી પોતાની ડ્યૂટી શરૂ નહીં કરી શકતા.
આવી જ સ્થિતિ દિલ્હીમાં પણ છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વિકરૂળ રૂપ લઈ રહ્યું છે. રાજ્યમાં વધતા કેસને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકાર દિલ્હીમાં ફરીથી એક વખત લોકડાઉનની જાહેરાત કરી શકે છે.
હાલમાં જ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, દિલ્હીમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું. પરંતુ સાથે સાથે તેમણે એ પણ કહ્યું હતું કે, દિલ્હીમાં 31 જુલાઈ સુધીમાં રાજ્યમાં 5.5 લાખ જેટલા કોરોનાના કેસ હશે. જ્યારે જૂન 15 સુધીમાં 44,000 કેસ હશે અને 6600 બેડની જરૂરત પડશે. જૂન 30 સુધીમાં એક લાખ કેસ હશે અને 15,000 બેડની જરૂરત પડશે. જુલાઈ સુધીમાં 2.25 લાખ કેસ અને 33,000 બેડની જરૂરત પડશે. અને 31 જુલાઈ સુધીમાં 5.5 લાખ કેસની શક્યતા છે અને 80,000 બેડની જરૂરત પડશે.
નોંધનીય છે કે, ગઈકાલે જ દિલ્હી હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી હતી જેમાં દિલ્હીમાં કડક લોકડાઉન લાદવાની માગ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
