Modi Congratulate Universities: QS World Universities Ranking માં ભારતની 3 યુનિવર્સિટીને સ્થાન, પીએમ મોદીએ આપ્યા અભિનંદન
પ્રધાનમંત્રી મોદીએ બુધવારે ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેંકિંગ્સમાં વિશ્વની ટોચની 200 યુનિવર્સિટીમાં સ્થાન મેળવવા માટે ભારતીય યુનિવર્સિટીને અભિનંદન આપ્યા હતા.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ બુધવારે ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેંકિંગ્સમાં વિશ્વની ટોચની 200 યુનિવર્સિટીમાં સ્થાન મેળવવા માટે ભારતીય યુનિવર્સિટીને અભિનંદન આપ્યા હતા. ઉપરાંત ભારતની યુનિવર્સિટે વિશ્વમાં સ્થાન બનાવવા માટે પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને કહ્યું, ભારતીય વિજ્ઞાન સંસ્થા (આઈઆઈએસ), બેંગલુરુ, આઈઆઈટી બોમ્બે અને આઈઆઈઠી દિલ્હીને અભિનંદન. ભારતની અન્ય યુનિવર્સિટી તથા સંસ્થાઓને વૈશ્વિક ઉત્કૃષ્ટતામાં સ્થાન સુનિશ્ચિત કરે, યુવાઓને બૌદ્ધીક કૌશલનો સહયોગ મળે, તે માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બુધવારે જાહેર થયેલા ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેંકિંગમાં ભારતની ત્રણ યુનિવર્સિટીને ટોચની 200 યુનિવર્સિટીમાં સથાન મળ્યું છે.
"Congratulations to IISc Bangalore, IIT Bombay & IIT Delhi. Efforts are underway to ensure more universities and institutions of India scale global excellence and support intellectual prowess among the youth," tweets Prime Minister Narendra Modi pic.twitter.com/cFqLBOTZFJ
— ANI (@ANI) June 9, 2021
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
રાજ્યમાં કોરોના વાયરસની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 644 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 10 દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9965 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 1675 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.11 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી 7,94,703 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 13683 પર પહોંચ્યો છે. જેમાંથી 346 દર્દી વેન્ટિલેટર પર અને 13337 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.11 ટકા છે.
બોગસ તબીબો પર કાર્યવાહી ન કરવા કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ નીતિન પટેલને કરી ભલામણ ?
Education Loan Information:
Calculate Education Loan EMI