શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીર: બારામૂલામાં સુરક્ષા દળ સાથે થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં બુધવારે સુરક્ષા દળો સાથે થયેલી એથડામણમાં ત્રણ આતંકી ઠાર માર્યા છે. એક પોલીસ અધિકારી જણાવ્યું કે સેનાને આતંકવાદીઓ હોવાની બાતમી મળી હતી. માહિતી બાદ સુરક્ષા દળોએ બારામુલા જિલ્લાના બિન્નેર વિસ્તારની ઘેરબંધી કરી અને ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અધિકારી અનુસાર, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો તેના બાદ અથડામણ થઈ. જેમાં સૈન્યએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. ઘટના સ્થળેથી હથિયોરા અને અન્ય સામગ્રી પણ જપ્ત કરી છે.
વધુ વાંચો





















