શોધખોળ કરો

મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો

Viral Video: મીડિયા રિપોર્ટ અનુસાર, આ ભયાનક ઘટના શુક્રવારે રાત્રે અલીપીરી પગપાળા માર્ગ પર આવેલા લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિર નજીક બની હતી. ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • તિરુપતિના અલીપીરી માર્ગે દીપડો દેખાતા શ્રદ્ધાળુઓમાં ભય.
  • લક્ષ્મી નરસિમ્હા મંદિર નજીક શુક્રવારે રાત્રે ઘટના બની.
  • વન વિભાગે પહોંચી દીપડાને જંગલ તરફ ભગાવ્યો હતો.
  • પ્રશાસને યાત્રાળુઓને સલામતી માટે એકલા ન જવા કહ્યું.

Viral Video:  આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિર જનારા ભક્તો માટે એક ખૂબ જ ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે. તિરુમલાના પ્રખ્યાત અલીપીરી પગપાળા માર્ગ પર અચાનક એક ખૂંખાર દીપડો આવી ચડ્યો. દીપડાને જોતા જ ત્યાં હાજર શ્રદ્ધાળુઓના હોશ ઉડી ગયા અને ચારેય તરફ ચીસાચીસ મચી ગઈ. લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યા. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે, જેને જોઈને કોઈના પણ રંવાડા ઉભા થઈ જશે. આ ઘટના બાદથી મંદિર જનારા ભક્તોમાં ભારે દહેશતનો માહોલ છે.

લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિર પાસે દેખાયો દીપડો, મચી નાસભાગ

મીડિયા રિપોર્ટ અનુસાર, આ ભયાનક ઘટના શુક્રવારે રાત્રે અલીપીરી પગપાળા માર્ગ પર આવેલા લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિર નજીક બની હતી. ભક્તો આરામથી સીડીઓ ચઢીને ભગવાનના દર્શન માટે જઈ રહ્યા હતા કે ત્યારે જ અચાનક રસ્તા પર દીપડો દેખાઈ ગયો. વીડિયોમાં દીપડાને જોઈને ભીડ વિખેરાઈ જતી સ્પષ્ટ જોઈ શકાય છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે દીપડાને આટલો નજીક જોઈને ભક્તોમાં નાસભાગ મચી ગઈ. સદનસીબે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વનકર્મીઓએ સમય ગુમાવ્યા વિના શોરબકોર અને બૂમો પાડવાનું શરૂ કર્યું, જેના પછી દીપડો ડરીને પાછો ગીચ જંગલ તરફ ભાગી ગયો. આ સતર્કતાના કારણે એક મોટી હોનારત ટળી ગઈ.

આ પણ વાંચો...રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ

એકલા બિલકુલ ન જાઓ, ગ્રુપમાં ચાલો- વહીવટીતંત્રે જાહેર કરી ચેતવણી

આ ઘટના બાદ વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. વન વિભાગે ભક્તોની સુરક્ષા માટે અલીપીરી પગપાળા માર્ગ પર દેખરેખ અને ચોકીપહેરો ખૂબ જ વધારી દીધો છે. અધિકારીઓએ ભક્તો માટે એક જરૂરી એડવાઈઝરી  જાહેર કરી છે. પ્રશાસને સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈ પણ શ્રદ્ધાળુ આ રસ્તા પર એકલો ન ચાલે, પરંતુ હંમેશા ગ્રુપમાં જ આગળ વધે. ખાસ કરીને રાતના સમયે ખૂબ જ સાવધ રહેવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ અપીલ કરી છે કે જો કોઈને કોઈ વન્ય જીવ દેખાય, તો તેની નજીક જવાની કે તેને ભગાડવાની કોશિશ બિલકુલ ન કરે.

જાણો શું છે અલીપીરી પગપાળા માર્ગ, જ્યાં ફરી રહ્યો છે દીપડો

તમારી માહિતી માટે જણાવી દઈએ કે અલીપીરી પગપાળા માર્ગ તિરુપતિથી તિરુમલાની ટેકરી પર સ્થિત ભગવાન વેંકટેશ્વરના મંદિર સુધી જવાનો સૌથી જૂનો અને પરંપરાગત રસ્તો છે. આ રસ્તો આશરે 11 કિલોમીટર લાંબો છે, જેમાં ભક્તોને 3,550 સીડીઓ ચઢવી પડે છે. આ આખો રસ્તો શેષાચલમના ગીચ જંગલોમાંથી પસાર થતો હોવાથી, અહીં અવારનવાર વન્ય જીવો આવવાનો ખતરો રહે છે. આ માર્ગની દેખરેખ તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) કરે છે અને આ રસ્તેથી પગપાળા જનારા ભક્તોને મંદિરમાં મફત દર્શનની સુવિધા પણ મળે છે.

સોશિયલ મીડિયા પર ધ્રૂજી ઉઠ્યા લોકો, યુઝર્સ બોલ્યા- 'હવે પગપાળા જવામાં ડર લાગશે'

દીપડાના સમાચાર અને વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ ખૂબ ડરેલા છે અને જોરદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "આ વીડિયો જોઈને જ મારા રુંવાડા ઉભા થઈ ગયા, ત્યાં હાજર બાળકો અને મહિલાઓની શું હાલત થઈ હશે." વળી, એક બીજા યુઝરે કમેન્ટ કરી, "TTD એ આ રસ્તા પર સુરક્ષાની વધુ પાકી વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે અહીં રોજ હજારો લોકો પગપાળા જાય છે."

Frequently Asked Questions

તિરુપતિ બાલાજી મંદિરના પગપાળા માર્ગ પર કઈ ઘટના બની?

આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના અલીપીરી પગપાળા માર્ગ પર એક દીપડો દેખાયો હતો. દીપડાને જોઈને ભક્તોમાં નાસભાગ મચી ગઈ હતી. વન વિભાગની ટીમે પહોંચી દીપડાને જંગલમાં પાછો ભગાવ્યો હતો.

ભક્તોની સુરક્ષા માટે વહીવટીતંત્ર દ્વારા શું સલાહ જાહેર કરવામાં આવી છે?

વહીવટીતંત્રે ભક્તોને એકલા ન ચાલવા અને હંમેશા ગ્રુપમાં આગળ વધવા જણાવ્યું છે. રાતના સમયે સાવધ રહેવા અને કોઈ વન્યજીવ દેખાય તો તેની નજીક ન જવાની કે તેને ભગાડવાની કોશિશ ન કરવાની અપીલ કરી છે.

અલીપીરી પગપાળા માર્ગ કયો છે અને તેની શું વિશેષતા છે?

અલીપીરી પગપાળા માર્ગ તિરુપતિથી તિરુમલા મંદિર સુધી જવાનો સૌથી જૂનો અને 11 કિલોમીટર લાંબો રસ્તો છે. આ માર્ગ શેષાચલમના ગીચ જંગલોમાંથી પસાર થાય છે અને તેના પર 3,550 સીડીઓ આવેલી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન

Embed widget