શોધખોળ કરો
Advertisement
New Year ઉજવવા ઈન્ડિયા ગેટ પર પહોંચ્યા લાખો લોકો, ભારે ટ્રાફિક જામ સર્જાયું
લાખોની સંખ્યામાં લોકો ઈન્ડિયા ગેટ પર ન્યૂ યર સેલિબ્રેશન કરવા માટે પહોંચ્યા છે. જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયું છે.
નવી દિલ્હી: નવા વર્ષ 2020ને ઉજવવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડતા દિલ્હીમાં અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા. લાખોની સંખ્યામાં લોકો ઈન્ડિયા ગેટ પર ન્યૂ યર સેલિબ્રેશન કરવા માટે પહોંચ્યા છે. જેના કારણે ઈન્ડિયા ગેટ સર્કલ પર પણ જામની સ્થિતિ બની છે. વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ છે.
દિલ્હીની ટ્રાફિક પોલીસ લોકોને ટ્રાફિકની મુશ્કેલથી બચાવવા માટે પોતાના ઓફિસિયલ ટ્વિટ પર સચેત કરી રહી છે. બારાપુલ્લા ફ્લાઈઓવર પર પણ ભારે ટ્રાફિક જામ લાગ્યું હતું. સંસદ માર્ગ, અકબર રોડ, કસ્તુરબા ગાંધી માર્ગ અને ઈન્ડિયા ગેટ માર્ગ ઉપર ભીડના પગલે ટ્રાફિક જામ થયો હતો.
નવા વર્ષના પહેલા દિવસે યાત્રીઓની ભીડને જોતા દિલ્હી મેટ્રોના પાંચ સ્ટેશનોના પ્રવેશ અને બહાર નિકળવાના ગેટ બુધવારે સાંજે બંધ કરી દીધા હતા. દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશને ટ્વીટ કરી તેની જાણકારી આપી હતી. જો કે બાદમાં તમામ સ્ટેશનોના ગેટ ખોલી દીધાં હતા.#WATCH: Traffic jam in parts of Delhi; visuals from Barapullah Flyover. pic.twitter.com/FVXCpVkm7k
— ANI (@ANI) January 1, 2020
Traffic jam in parts of Delhi; visuals from near India Gate. pic.twitter.com/8LYDnXK5A3
— ANI (@ANI) January 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement