શોધખોળ કરો

Tripura CM: ત્રિપુરામાં માણિક સાહા જ મુખ્યમંત્રી બનશે, BJP ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય

માણિક સાહા ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે ફરી ચૂંટાયા છે. સોમવારે (6 માર્ચ) ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં તેમને  ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

Tripura New CM: માણિક સાહા ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે ફરી ચૂંટાયા છે. સોમવારે (6 માર્ચ) ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં તેમને  ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. માણિક સાહાનો સીએમ તરીકેનો આ સતત બીજો કાર્યકાળ હશે. ભાજપે 60 સભ્યોની વિધાનસભામાં 32 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે તેના સહયોગી, ઈન્ડિજિનિયસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરાએ એક બેઠક જીતી હતી.

રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને ગુરુવારે (2 માર્ચ) પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણી પરિણામો બાદ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ રાજ્યપાલને પોતાની સરકારનું રાજીનામું સુપરત કર્યું હતું. આ પછી ત્રિપુરાના મુખ્યમંત્રીના નામને લઈને ભાજપમાં મંથન શરૂ થઈ ગયું હતું. 

સીએમના નામને લઈને દિલ્હીમાં મહત્વની બેઠક પણ યોજાઈ હતી.

રવિવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને અન્ય વરિષ્ઠ નેતાઓની બેઠક પણ યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિકના નામ પર પણ ચર્ચા થઈ હતી, પરંતુ કેન્દ્રીય નેતૃત્વ સાહાની તરફેણમાં રહ્યું હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી ભૌમિક ધાનપુર વિધાનસભા બેઠક પરથી સરળતાથી જીતી ગયા છે.

નિવૃત્ત સૈનિકો શપથ ગ્રહણમાં હાજરી આપશે

પાર્ટીના આંતરિક સૂત્રોનું કહેવું છે કે માણિક સાહા અત્યાર સુધી વિવાદોમાં નથી પડ્યા અને તેઓ આદિવાસી વિસ્તારો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો બાંધવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 8 માર્ચે યોજાશે. તેમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા મંગળવારે સાંજે અગરતલા પહોંચશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપે તેવી શક્યતા છે. ભાજપ શાસિત રાજ્યોના ઘણા મુખ્યમંત્રીઓ પણ શપથ ગ્રહણમાં હાજરી આપે તેવી શક્યતા છે.  

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં આવાસ પર ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા, અસમનાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સહિત અનેક વરિષ્ઠ નેતાઓની બેઠક કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિકનાં નામ પર વિચાર કરવામાં આવી રહ્યો હતો પરંતુ કેન્દ્રિય નેતૃત્વ સાહાનાં પક્ષમાં રહ્યું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget