(Source: ECI/ABP News/ABP Majha)
આ રાજ્યમાં લાગ્યો ભાજપને મોટો ફટકો, બે ધારાસભ્યો રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા
Tripura News: આ પહેલા 29 જાન્યુઆરીએ ભાજપના બળવાખોર ધારાસભ્ય સુદીપ રોય બર્મને ત્રિપુરા સરકાર પર પ્રહારો કર્યા હતા
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીને ત્રિપુરામાં મોટો ઝટકો લાગ્યો છે. એક દિવસ પહેલા જ પાર્ટી અને વિધાનસભામાંથી રાજીનામું આપનાર બીજેપી નેતા સુદીપ રોય બર્મન અને આશિષ સાહા કોંગ્રેસમાં જોડાયા છે. દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસસ્થાને તેમને કોંગ્રેસનું સભ્યપદ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રિયંકા ગાંધી પણ હાજર હતા. સુદીપ રોય બર્મન અને આશિષ સાહાએ સોમવારે ત્રિપુરા વિધાનસભા અને બીજેપીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. આ પછી બંને દિલ્હી જવા રવાના થયા હતા.
29 જાન્યુઆરીએ સરકાર વિરુદ્ધ નિવેદન આપ્યું હતું
આ પહેલા 29 જાન્યુઆરીએ ભાજપના બળવાખોર ધારાસભ્ય સુદીપ રોય બર્મને ત્રિપુરા સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં લોકશાહી નથી અને અહીં લોકોનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. પાર્ટી છોડવાના પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે તેઓ તેમના ભવિષ્ય વિશે તેમના લોકોને પૂછ્યા પછી જ નિર્ણય કરશે. ત્રિપુરામાં 2023માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
લોકોના અવાજને દબાવવાનો આરોપ
સુદીપ રોય ત્રિપુરા સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે. પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે તેમને મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં લોકશાહીનું કોઈ સ્થાન નથી. સુદીપે તેમના પર રાજ્યમાં લોકોનો અવાજ દબાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.
Delhi: Sudip Roy Barman and Ashish Kumar Saha joined Congress today. They had quit BJP and resigned from their MLA posts of Tripura Assembly yesterday. pic.twitter.com/UzinBZ8d90
— ANI (@ANI) February 8, 2022
ધારાસભ્યએ કહ્યું કે તેમના નજીકના સાથી આશિષ સાહા અને તેમના કાર્યકરો જેમણે CPI(M)ને સત્તા પરથી હટાવવામાં અને ભાજપને સત્તામાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેઓ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોનો પ્રવાસ કરી રહ્યા છે અને તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. તેણે કહ્યું કે અમે હવે સરકારથી પીડિત લોકોનો અવાજ સાંભળવાનું શરૂ કર્યું છે. લોકો હવે સરકારથી કંટાળી ગયા છે.