શોધખોળ કરો
Advertisement
PM મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ હેક થયા બાદ કેવા બન્યા મીમ્સ, જુઓ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ એક થઈ ગયું હતું. હેકરે કોવિડ-19 રિલીફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઇનની માંગ કરી હતીય
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ એક થઈ ગયું છે. હેકરે કોવિડ-19 રિલીફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઇનની માંગ કરી હતી. જોકે બાદમાં તરત જ બોગસ ટ્વીટ્સ ડિલીટ કરી દેવાયા હતા. આ પછી સોશિયલ મીડિયા પર હેશટેગ હેક્ડ ટ્રેન્ડ થયું હતું. જેની સાથે લોકોએ અવનવા મીમ્સ બનાવીને ફરતા કર્યા હતા.
બુધવારે ભારત સરકારે પબજી સહિત 118 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકી દીધો હતો. જેને લોકોએ મોદીની ટ્વિટર એકાઉન્ટ સાથે જોડીને મીમ્સ બનાવ્યા હતા.
પ્રધાનમંત્રીની પર્સનલ વેબસાઇટ માટે ટ્વિટર એકાઉટ પર ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલા ટ્વિટ કરવામાં આવ્યા હતા. જેમાં એક મેસેજમાં લખ્યું, હું તમને લોકોને અપીલ કરું છું કે કોવિડ-19 માટે બનાવવામાં આવેલા પીએમ મોદી રિલીફ ફંડમાં ડોનેટ કરો.
અન્ય એક ટ્વિટમાં હેકરે લખ્યું, આ એકાઉન્ટ જોન વિકએ હેક કરી લીધું છે. અમે પેટીએમ મોલ હેક નથી કર્યો. જોકે હાલ આ બોગસ ટ્વિટ ડિલીટ કરી દેવાયા છે.
પ્રધાનમંત્રી મોદીની પર્સનલ વેબાઇટનું જે વેરિફાઇડ ટ્વિટર એકાઉન્ટ છે તેમાં 25 લાખથી વધારે ફોલોઅર્સ છે.
PM મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ હેક, જાણો હેકરે શું કરી માંગ
Coronavirus: ગુજરાતને અડીને આવેલા આ મોટા રાજ્યમાં કોરોનાનાના એક્ટિવ કેસની સંખ્યા 2 લાખને પાર, 25 હજારથી વધુ લોકોના મોત
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ માટે શું આવ્યા ચિંતાજનક સમાચાર, સર્વેમાં થયો મોટો ખુલાસો, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion