શોધખોળ કરો

દિલ્હી-એનસીઆરમાં કોરોના વાયરસની દહેશત, નોઈડામાં બે સ્કૂલ બંધ

પ્રાપ્ત જાણકારી અનુસાર નોઈડાની એક સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા એક બાળકમાં કોરોના વાયરસના લક્ષણો દેખાયા હોવાની સૂચના હતી. અન્ય વિદ્યાર્થીઓમાં પણ આ વાયરસ ન ફેલાવ તે માટે સાવચેતીના ભાગરુપે હાલ સ્કૂલ બંધ રાખવામાં આવી છે.

નવી દિલ્હી: ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસથી દુનિયાભરના અનેક દેશોમાં દહેશત છે. એવામાં ભારત પણ સતર્ક થઈ ગયું છે. મંગળવારે ઉત્તરપ્રદેશના નોઈડા અને આગરામાં કોરોના વાયરસથી પ્રભાવિત કેટલાક કેસો સામે આવ્યા છે. એવામાં સાવચેતીના ભાગરૂપે નોઈડાની જાણીતી શિવ નાડર સ્કૂલ 9 માર્ચ સુધી અને શ્રીરામ મિલેનિયમ સ્કૂલ ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સ્કૂલ પ્રશાસનનું કહેવું છે કે, બે વિદ્યાર્થીઓ સહિત પાંચ લોકો બીમારીની તપાસના દાયરામાં છે અને તેમની તપાસ ગ્રેનોના જિમ્સ આર્યુર્વેદ કોલેજમાં ચાલી રહી છે.  જ્યારે બીજી તરફ તંત્રએ કોરોના વાયરસના ખતરનાને જોતા જિલ્લા તંત્રને એક હજારથી વધુ દેશી-વિદેશી કંપનીઓને એલર્ટ નોટિસ મોકલી છે. વાસ્તવમાં, ઈટાલીથી આવેલા એક વ્યક્તિમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ હતી અને તે વ્યક્તિએ આગ્રામાં પાર્ટી રાખી હતી. જેમાં આ સ્કૂલના બે બાળકો સહિત પાંચ લોકો સામેલ હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર નોઈડાની એક સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા એક બાળકમાં કોરોના વાયરસના લક્ષણો દેખાયા હોવાની સૂચના હતી. અહેવાલ અનુસાર વિદ્યાર્થીના પિતા આ વાયરસથી પીડિત છે. આ વિદ્યાર્થીએ પોતાની બર્થડે પાર્ટીમાં સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓને પણ બોલાવ્યા હતા. એવામાં અન્ય વિદ્યાર્થીઓમાં પણ આ વાયરસ ન ફેલાવ તે માટે સાવચેતીના ભાગરુપે સ્કૂલ બંધ રાખવામાં આવી છે. ભારતમાં પણ ધીરેધીરે કોરોનાની અસર જોવા મળી રહી છે. કેરળમાં ત્રણ કેસ સામે આવ્યા હતા. જે બાદ રાજધાની દિલ્હી, હૈદરાબાદ, જયપુરમાં પણ કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું, તેમણે કોરોના વાયરસને લઈ કરવામાં આવેલી તૈયારીની વ્યાપક સમીક્ષા કરી છે. અલગ-અલગ મંત્રાલય અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. ભારતમાં આવતા લોકોના સ્ક્રીનિંગથી લઈ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગભરાવાની જરૂર નથી. આપણે એક સાથે કામ કરવાની જરૂર છે. આત્મ સુરક્ષા સુનિશ્ચિત કરવા નાના અને મહત્વપૂર્ણ ઉપાય કરવા જોઈએ.

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget