શોધખોળ કરો

MLA ગયા, પાર્ટી ગઈ,સિમ્બોલ ગયો, અને હવે સાંસદો પણ... કેટલી મોટી છે ઉદ્ધવ ઠાકરે માટે આ લડાઈ?

Shiv Sena UBT Crisis: બાળાસાહેબ ઠાકરે દ્વારા સ્થાપિત શિવસેના ટુકડાઓમાં વિભાજીત થવાની આરે છે. આ વચ્ચે ઉદ્ધવ ઠાકરે સામે એક ભયંકર પડકાર છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મહારાષ્ટ્રમાં શિવસેના UBT પર ફરી અસ્તિત્વનું સંકટ.
  • ઉદ્ધવ જૂથના ૬ સાંસદો શિંદે જૂથમાં જોડાશે અહેવાલ.
  • ઉદ્ધવ ઠાકરે એકલા હાથે ચૂંટણી લડવા તૈયાર છે.

Shiv Sena UBT Crisis: મહારાષ્ટ્રના રાજકારણમાં એકવાર ફરી ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. બાળાસાહેબ ઠાકરે દ્વારા સ્થાપિત શિવસેના ટુકડાઓમાં વહેંચાઈ જવાના આરે છે. તેવામાં ઉદ્ધવ ઠાકરે સામે એક મોટો પડકાર આવીને ઊભો રહ્યો છે. શિવસેના UBT અત્યારે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે સંકટનો સામનો કરી રહી છે. તાજેતરમાં જ શિવસેનાની 60મી વર્ષગાંઠ નજીક છે, ત્યારે દાયકાઓ સુધી મુંબઈ પર રાજ કરનારી પાર્ટી પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.

અહેવાલો છે કે ઉદ્ધવ જૂથના 6 સાંસદો શિંદે જૂથમાં વિલીનીકરણ કરવા જઈ રહ્યા છે, જેને લઈને તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર પણ લખ્યો છે. શિવસેનામાં બળવાના સૂર વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ નવી દિલ્હીમાં સંસદીય દળની બેઠક બોલાવી હતી, જેમાં એક પણ બળવાખોર સાંસદ હાજર રહ્યો નહોતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉદ્ધવના હાથમાંથી પહેલા પાર્ટીનું પ્રતીક (સિમ્બોલ) ગયું, ધારાસભ્યો ગયા, પાર્ટી ગઈ અને હવે જો સાંસદો પણ જશે, તો તેઓ સૌથી મોટી કટોકટીનો સામનો કરશે.

આ પણ વાંચો...Confirm Train Ticket: રેલવે TTE એ જણાવી તત્કાલ કન્ફર્મ ટિકિટ બુક કરવાની જાદુઈ ટ્રિક, જાણી લો 

એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થશે 6 સાંસદો

પાર્ટીના 6 સાંસદો એકનાથ શિંદે સાથે જવાના હોવાની અટકળો વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ આકરો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું, "તેઓ એકલા હાથે ચૂંટણી લડવા માટે તૈયાર છે. જે પણ પાર્ટી છોડવા માંગે છે, તેઓ છોડી શકે છે." આ પહેલા ઉદ્ધવ ઠાકરે મૌન સાધીને પોતાની આગામી વ્યૂહરચના પર કામ કરવાની તૈયારી કરી રહ્યા હતા.

મહારાષ્ટ્રના રાજકારણમાં 'ઓપરેશન ટાઈગર'ની ચર્ચા

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં 'ઓપરેશન ટાઈગર' (Operation Tiger) ખૂબ જ ચર્ચામાં છે. આ પક્ષપલટાને એકનાથ શિંદેનું 'ઓપરેશન ટાઈગર' કહેવામાં આવી રહ્યું છે. શિવસેના પર આવેલા આ સંકટને રાજ્યસભા સાંસદ સંજય રાઉત ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંજય રાઉત દિલ્હીમાં છે, જ્યારે પાર્ટીના સાંસદ અરવિંદ સાવંત અને અનિલ દેસાઈ પણ દિલ્હીમાં જ રોકાયા છે. એવું જાણવા મળી રહ્યું છે કે સંજય રાઉત પક્ષપલટો રોકવા માટે પુસ્તકો અને સંસદીય પ્રક્રિયાઓનો અભ્યાસ કરી રહ્યા છે.

સંજય રાઉત અને અનિલ દેસાઈએ દિલ્હીના અગ્રણી વકીલો સાથે આ વિષય પર વાતચીત કરી છે કે જો 6 સાંસદો વધુ સારી તકોની શોધમાં પક્ષ બદલી નાખે, તો તેમાં કયા કાનૂની પગલાં  લઈ શકાય તેમ છે. આ અંગે અનિલ પરબે જણાવ્યું કે, "જો સુપ્રીમ કોર્ટે UBT અને શિંદે જૂથના ધનુષ-બાણ ચિહ્નવાળા નિર્ણય પર સુનાવણી કરી હોત, તો અમારો પક્ષ વધુ મજબૂત હોત."

શિવસેના સંકટ પર શું કહે છે એક્સપર્ટ્સ?

આ દરમિયાન નિષ્ણાતોનું કહેવું છે કે ઠાકરે માટે આ સંકટનો સામનો કરવો પડકારજનક હોઈ શકે છે, જેને દેશના રાજકારણના ઝડપથી બદલાતા સ્વરૂપ તરીકે જોવો જોઈએ. લેખક અને શિવસેનાના ઈતિહાસકાર પ્રકાશ અકોલકરના જણાવ્યા મુજબ, આ બધો પૈસાનો ખેલ છે. કોઈ પણ પાર્ટી ભાજપના નાણાં અને સંસાધનોનો સામનો કરી શકે તેમ નથી. સાંસદથી લઈને ધારાસભ્ય સુધીના લોકો વેચાવા તૈયાર છે. ભાજપ જે કરી રહ્યું છે તે અત્યંત શરમજનક છે.

તેમણે ઉમેર્યું કે, 20 થી 25 વર્ષના યુવાનોનો માત્ર એવો જ અભિપ્રાય છે કે ઉદ્ધવ ઠાકરેએ ભાજપનો મક્કમતાથી સામનો કરવો જોઈએ. એક કાર્યકરે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે કોઈ ભાજપ સામે અડીખમ ઊભું રહે અને દેશમાં વિરોધ પક્ષોને ખતમ કરવાના નાપાક ષડયંત્રનો પર્દાફાશ કરે.

બીજી તરફ, ઘણા શિવસૈનિકો 'ઓપરેશન ટાઈગર'ના વિરોધમાં રસ્તા પર ઉતરવા માટે પણ તૈયાર છે. અત્રે એ પણ નોંધીએ કે, પક્ષ બદલનારા 6 સાંસદોમાંથી સંજય દીના પાટીલે અગાઉ કહ્યું હતું કે તેમની ગઠબંધનમાં જવાની કોઈ ઈચ્છા નથી.

Frequently Asked Questions

શિવસેના UBT હાલમાં કયા સંકટનો સામનો કરી રહી છે?

શિવસેના UBT અત્યારે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે સંકટનો સામનો કરી રહી છે. ઉદ્ધવ ઠાકરે સામે 6 સાંસદો શિંદે જૂથમાં વિલીન થવાનો પડકાર છે.

ઉદ્ધવ ઠાકરે જૂથના કેટલા સાંસદો શિંદે જૂથમાં જોડાવાની અટકળો છે?

અહેવાલો અનુસાર, ઉદ્ધવ ઠાકરે જૂથના 6 સાંસદો એકનાથ શિંદેના જૂથમાં વિલીનીકરણ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે લોકસભા સ્પીકરને પત્ર પણ લખ્યો છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચામાં રહેલું 'ઓપરેશન ટાઈગર' શું છે?

'ઓપરેશન ટાઈગર' એ એકનાથ શિંદે દ્વારા શિવસેનામાં થયેલા પક્ષપલટાને આપવામાં આવેલું નામ છે. આ ઓપરેશન દ્વારા સાંસદોને તેમની પાર્ટીમાં લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ સંકટને રોકવા માટે ઉદ્ધવ જૂથમાંથી કોણ પ્રયાસ કરી રહ્યું છે?

રાજ્યસભા સાંસદ સંજય રાઉત દિલ્હીમાં પક્ષપલટો રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ કાનૂની પગલાં લેવા માટે પુસ્તકો અને સંસદીય પ્રક્રિયાઓનો અભ્યાસ કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Advertisement

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget