શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પકડાઈ ગયા બાદ રડવા લાગ્યો વિકાસ દુબે, મહાકાલ મંદિરના સુરક્ષા અધિકારીએ બીજુ શું કહ્યું ? જાણો
ઉત્તરપ્રદેશના કાનપુરમાં આઠ પોલીસ કર્મચારીઓની હત્યાના મુખ્ય આરોપી વિકાસ દુબેની આજે સવારે મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
ઉજ્જૈન: ઉત્તરપ્રદેશના કાનપુરમાં આઠ પોલીસ કર્મચારીઓની હત્યાના મુખ્ય આરોપી વિકાસ દુબેની આજે સવારે મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ પોલીસને તેને છ દિવસથી શોધી રહી હતી.
ધરપકડ બાદ હવે વિપક્ષી પાર્ટીઓ સવાલ ઉઠાવી રહી છે કે વિકાસ દુબેની ધરપકડ નથી કરવામાં આવી, તેને સરેન્ડર કર્યું છે. જ્યારે પોલીસનો દાવો છે કે તેની ધરપકડ કરવામાં આવી છે.
મંદિરના સુરક્ષા અધિકારી રૂબી યાદવે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં વિકાસ દુબેની ધરપકડની સમગ્ર કહાની જણાવી હતી. તેમણે કહ્યું, અમને નથી લાગતુ કે તે (વિકાસ દુબે) સરેન્ડર કરવા આવ્યો હતો. તેણે આઈડી કાર્ડ પણ ફર્જી બતાવ્યું, પોતાનું નામ પણ ખોટુ બતાવ્યું હતું. તેનો ચહેરો પણ બદલાઈ ગયેલો હતો. એવું બિલકુલ નથી લાગતું કે તે સરેન્ડર કરવા આવ્યો હતો. ઘણા સમય સુધી ઓળખ છુપાવી રહ્યો હતો. જ્યારે અમે તેના પર દબાણ લગાવ્યું ત્યારે તેણે પોતાની સાચી ઓળખ આપી.
રૂબી યાદવે કહ્યું, જ્યારે અમે તેને પકડ્યો તો તેણે બંટી-બંટીનો અવાજ લગાવ્યો હતો. ત્યારે વિશ્વાસ થયો કે તે એકલો નથી આવ્યો. વિકાસ દુબેએ તપાસ દરમિયાન જણાવ્યું કે તે બોલેરો ગાડીમાં આવ્યો હતો, ડ્રાઈવર હતો. મંદિર આવતા પહેલા શિપ્રા ગયો હતો, જ્યાં તેણે સ્નાન કર્યું હતું.
તેમણે કહ્યું 'જ્યારે અમે તેને (વિકાસ દુબે)ને પકડ્યો તો તે ડરી ગયો હતો. ત્યારે તેની આંખમાં આંસૂ આવ્યા પરંતુ તેને કોઈપણ પ્રકારનો પછતાવો નહોતો. તે ખૂબ જ ઉગ્ર હતો.'
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion