ભારત આવશે બ્રિટનના પીએમ બોરિસ જોનસન, આવતા 15 દિવસ સુધી ગુજરાત કૂટનીતિનું કેન્દ્ર રહેશે
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન આ મહિનાના અંત સુધીમાં ભારત પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન બંને પક્ષો પોતાના સંબંધોને વધુ મજબુત કરવા પ્રયાસ કરશે.
UK PM Boris Johnson's India Visit: બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન આ મહિનાના અંત સુધીમાં ભારત પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન બંને પક્ષો પોતાના સંબંધોને વધુ મજબુત કરવા પ્રયાસ કરશે. એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બોરીસ જોનસ દિલ્હીની મુલાકાતે આવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બોરિસ જોનસન વચ્ચે છેલ્લે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ગ્લાસગો સમિટ દરમિયાન મુલાકાત થઈ હતી.
ગયા વર્ષે પ્રધાનમંત્રી બોરીસ જોનસનનો ભારત પ્રવાસ બે વખત રદ્દ થયો હતો. પહેલીવાર જ્યારે તેમને જાન્યુઆરી મહિનામાં ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાનું હતું. જો કે, દેશમાં કોરોના સંકટના કારણે બોરીસ જોનસનનો પ્રવાસ રદ્દ થયો હતો. તે બાદ એપ્રિલ મહિનામાં પણ કોરોના સંકટના કારણે બોરીસ જોનસનનો પ્રવાસ રદ્દ થયો હતો. જી-7ના અધ્યક્ષ હોવાના સંબંધે બ્રિટનના પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ આપ્યું હતું જો કે, કોરોના મહામારીના કારણે પ્રધાનમંત્રી મોદી આ પ્રવાસ પર નહોતા જઈ શક્યા.
ગુજરાત કૂટનીતિનું કેન્દ્ર રહેશેઃ
આવનારા 15 દિવસમાં ભારત અને યુકે વચ્ચે ઘણા ઉચ્ચ સ્તરીય કાર્યક્રમ થશે. યુક્રેન ઉપર રશિયાએ કરેલા આક્રમણ વચ્ચે આ બધી મુલાકાતો અને કાર્યક્રમ સામાન્ય ચિંતાઓ, સામુહિક મુલ્યો અને વ્યાપાર પર કેંદ્રિત હશે. જ્યારે ગુજરાત આગળના સપ્તાહમા કૂટનીતિનું કેન્દ્ર રહેશે કારણ કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પ્રમુખ અને મોરીશીયસના પ્રધાનમંત્રી સાથે પીએમ મોદી 19 એપ્રિલના રોજ ગ્લોબલ સેંટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ઉદ્ધાટન કરશે. ત્યાર બાદ પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં ખાતે જ બોરિસ જોન્સન પણ મુલાકાત લેશે.
ભારતના ઈંડો-પેસિફિક ઓશન ઈનિશિએટિવમાં જોડાશે બ્રિટનઃ
ગયા મહિને બ્રિટનના વિદેશ સચિવ લિઝ ટ્રસ યુક્રેન પર રશિયાના આક્રમણ વચ્ચે વ્યાપક રાજદ્વારા દબાણ (Wider Diplomatic Push)ના સભ્ય તરીકે ભારતના પ્રવાસે આવ્યાં હતાં. ગયા વર્ષે ઓક્ટોમ્બરમાં વિદેશ સચિવના રુપમાં આ તેમનો બીજો પ્રવાસ હતો અને 13 મહીનામાં વિદેશ મંત્રીના રુપમાં આ તેમનો ત્રીજો પ્રવાસ હતો. બ્રેક્ઝિટ બાદ બ્રિટન ભારતના ઈંડો-પેસિફિક ઓશન ઈનિશિએટિવમાં જોડાશે અને સમુદ્રી સુરક્ષાના મુદ્દાઓ પર એક પ્રમુખ ભાગીદાર બની જશે.