શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શું પાણી રોકીને પાક.ને પાઠ ભણાવશે ભારત? સિંધુ જળસંધિ અંગે PMને સોંપાશે રિપોર્ટ
નવી દિલ્લી: ભારતમાંથી વહેતી જે નદીઓના પાણી પર પાકિસ્તાન જીવત છે, કે પાણી પર રોક લગાવવાની તૈયારી થઈ રહી છે. જળસંસાધન મંત્રી ઉમા ભારતીએ ગઈ કાલે પાકિસ્તાન સાથે 1960માં થયેલી સિઁધુ જળ સંધિ પર મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં આ સમજૂતી ઉપર પુનર્વિચાર કરવામાં આવ્યો હતો. હવે જળસંસાધન મંત્રી પોતાનો રિપોર્ટ પ્રધાનમંત્રીને સોંપશે. જે બાદ પીએમ અંતિમ નિર્ણય લેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને ઉરીમાં જે હુમલો કર્યો છે, તેનાથી નારાજ ભારત પાકિસ્તાન સાથે 1960માં થયેલા સિંધુ નદી સમજૂતી રદ કરવા વિચાર કરી રહ્યું છે.
ઐતિહાસિક સિઁધુ ઘાટી સભ્યતા આજ સિંધુ નદી અને તેમની સહાયક નદીઓના કિનારે પાંગરી હતી. હાલ પણ આ નદી પાકિસ્તાનના મોટા ક્ષેત્રને પાણી પૂરુ પાડે છે. 1960ની સિંધુનદી જળ સમજૂતીને રદ કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે આમ થાય તો પાકિસ્તાનનો મોટો ભાગ રણમાં બદલાઈ જશે.
પાકિસ્તાન માટે સિઁધુ નદી જળ સમજૂતી તેની લાઈફલાઈન છે. જો કે સિંધુ જળ સમજૂતીમાં સતલજ, વ્યાસ, રાવી, સિઁધુ, જેલમ અને ચેનાબ નદીઓના પાણીની વહેંચણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સંધિ અંતર્ગત સતલજ, વ્યાસ અને રાવીનું મોટા ભાગનું પાણી ભારતના ભાગે આવે છે જ્યારે સિઁધુ, જેલમ અને ચેનાબનું મોટા ભાગનું પાણી પાકિસ્તાનના ભાગે આવે છે.
1960માં કરવામાં આવેલી આ જળ સંધિમાં ભારતે પાકિસ્તાન માટે મોટા ભાઈની ભૂમિકા ભજવી હતી. તેણે પોતાના ભાગનું પાણી પાકિસ્તાનની જરૂરિયાતોને જોતા આપ્યું હતું. જેના બદલામાં પાકિસ્તાન ભારતને જે આપી રહ્યું છે તે બધા જોઈ રહ્યા છે.
વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર ભારત જો આ સમજૂતી ખરેખર રદ કરે તો પછી પાકિસ્તાનની હરકતોનો જડબાતોડ જદવાબ હશે. સિંધુ, જેલમ, અને ચેનાબમાં ઘણી જળવિદ્યુત પરિયોજનાઓ ચાલી રહી છે જેને કારણે પાકિસ્તાનને વીજળી મળે છે. આ ઉપરાંત આ ત્રણ નદીઓમાં સિંચાઈની વ્યવસ્થા પણ છે. જેથી આ સમજૂતી રદ કરવાથી પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion