શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઉમા ભારતી નહીં લડે લોકસભા ચૂંટણી, 18 મહિના કરશે તીર્થયાત્રા
ભાજપના નેતા ઉમા ભારતી આગામી લોકસભા ચૂંટણી નહીં લડે. તેઓએ કહ્યું કે તેની મે મહિનાથી 18 મહિના સુધી તીર્થયાત્રા પર જવાની યોજના છે.
નવી દિલ્હી: ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ શુક્રવારે કહ્યું કે તે આગામી લોકસભા ચૂંટણી નહીં લડે. તેઓએ કહ્યું કે તેની મે મહિનાથી 18 મહિના સુધી તીર્થયાત્રા પર જવાની યોજના છે. આ પહેલા એવી ચર્ચા હતી કે ઉમા ભારતી ઝાંસીથી નહીં પણ સુરક્ષિત બેઠક પરથી લડવાની છે. પરંતુ ઉમાએ આ ખબરોને નકારી દીધી છે. તેમણે કહ્યું કે 2016માં જ નક્કી કરી લીધું હતું કે તે આ વખતે સામાન્ય ચૂંટણી નહીં લડે. જો કે પાર્ટી માટે પાંચ મે સુધી ચૂંટણી પ્રચાર કરશે.
ઉમા ભારતીએ જણાવ્યું કે, “2016માં મે કહ્યું હતું કે હું આગામી ચૂંટણી નહીં લડૂ કારણ કે મારે ગંગા કિનારે વસેલા તર્થીસ્થળો પર જવાનું છે. અને જો હું ચૂંટણી લડતી તો પણ ઝાંસી થી જ લડતે. ઉમાએ એ પણ કહ્યું કે તે 2024માં ચૂંટણી લડશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટી શાનદાર બહુમત પ્રાપ્ત કરશે. ”
ઉમાએ કહ્યું કે ચૂંટણી ન લડવા અંગે મે ભાજપ મહાસચિવ રામલાલને જણાવી દીધું છે. તેમણે કહ્યું કે “પાર્ટીએ મને મુખ્યમંત્રી પદથી લઈને કેબિનેટ મંત્રીના પદ સુધી ઘણુ બધુ આપ્યું છે. મે ભાજપના અધ્યક્ષ પદને છોડીને લગભગ તમામ સંગઠનાત્મકની જવાબદારી સંભાળી છે. હું પાંચ મે સુધી ચૂંટણી પ્રચાર કરીશ” લોકસભા ચૂંટણીઃ ભાજપે 36 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, જાણો કોને કોને મળી ટિકીટ? લોકસભા ચૂંટણીઃ BJPએ જારી કરી બીજી યાદી, જાણો કોને મળી ટિકિટ ઇમરાન ખાનનો દાવો, પાકિસ્તાનના નેશનલ ડે પર મોદીએ આપી શુભકામનાप्रिय मित्र, जैसा कि मैंने पूर्व में घोषित भी किया था, उसी को पुन: दोहराते हुए अपनी पार्टी के राष्ट्रीय अध्यक्ष श्रीमान @AmitShah जी को पत्र लिखकर चुनाव नहीं लड़ने का अनुरोध दोहराया है, ताकि पार्टी आधिकारिक तौर पर इसकी घोषणा कर दे।
— Chowkidar Uma Bharti (@umasribharti) March 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion