શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
NPRમાં કોઈ દસ્તાવેજ નહીં માંગવામાં આવે, કોઈને ડરવાની નથી જરૂર: અમિત શાહ
અમિત શાહે કહ્યું એનપીઆરની પ્રક્રિયાથી ડરવાની જરૂર નથી. એનપીઆરમાં કોઈપણ દસ્તાવેજ માંગવામાં આવશે નહીં.
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું કે રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (એનપીઆર)માં કોઈપણ દસ્તાવેજ માંગવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે લોકો પાસે જે જાણકારી નથી. તેને આપવાની કોઈ જરૂરત નથી. અમિત શાહે કહ્યું એનપીઆરની પ્રક્રિયાથી ડરવાની જરૂર નથી. એમ રાજ્યસભામાં દિલ્હી હિંસા પર થઈ રહેલી ચર્ચાનો જવાબ આપતી વખતે ગૃહમંત્રી કહ્યું હતું.
અમિત શાહે કહ્યું કે, “ખૂબજ દુખ સાથે કહેવું પડી રહ્યું છે કે, દેશભરમાં નાગરિકતા કાયદાને લઈ મુસલમાન ભાઈઓ-બહેનોના મનમાં એક ડર બેસાડી દેવામાં આવ્યો છે કે તમારી નાગરિકતા સીએએ થી છીનવી લેવામાં આવશે. આ ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. CAA નાગરિકતા છીનવવાનો કાયદો નથી. આ નાગરિકતા આપવાનો કાયદો છે.”
દિલ્હી હિંસા પર અમિત શાહે કહ્યું, “રમખાણ ઉપરાંત અત્યાર સુધી 700 એફઆઈઆર નોંધવામાં આવી છે. 25 ફેબ્રુઆરીએ સવારે દિલ્હીના તમામ પોલીસ મથકમાં શાંતિ સમિતિઓની બેઠક બોલવાની શરૂ કરી દીધી હતી. 26 ફેબ્રુઆરી સુધી 321 અમન સમિતિઓની બેઠક બોલાવીને અમે તમામ સંપ્રદાયના ધર્મ ગુરુઓને તોફાનો ન ફેલાય તે માટે તેમને પોતાના પ્રભાવનો પ્રયોગ કરવાની વિનંતી કરી હતી. દિલ્હીના દંગા મામલે અત્યાર સુધી 2600થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ” ગૃહમંત્રીએ જણાવ્યું કે, દિલ્હીમાં ઘણી ઘટનાઓમાં ખાનગી હથિયાર ચલાવવાની ઘટના પણ સામે આવી છે. એવા 49 મામલા નોંધવામાં આવ્યા છે અને 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. લગભગ સવા સૌ હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. જેની ઓળખ થઈ ચૂકી છે, તેની તમામ ડિટેલ અમારી પાસે ઉપલબ્ધ થઈ ગઈ છે. એવા લોકોને પકડવા માટે 40 થી વધુ સ્પેશિયલ ટીમનું ગઠન કર્યું છે. જે દિવસ રાત ધરપકડ કરવાનું કામ કરી રહી છે.Union Home Minister Amit Shah in Rajya Sabha: I am again repeating that no documents will be needed for National Population Register (NPR). All the information asked is optional. Nobody has to fear from the process of NPR. There will be no 'D' (doubtful) category. https://t.co/aAUn91HYG8
— ANI (@ANI) March 12, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion