(Source: ECI/ABP News/ABP Majha)
નવી વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસી શું છે? આપને કઇ રીતે કરશે અસર, જાણો, ડિસ્કાઉન્ટથી શું મળશે ફાયદો
નવી પોલીસી મુજબ પ્રાઇવેટ વાહનોએ 20 વર્ષ બાદ અને કોર્મિશિયલ વ્હીકલે 15 વર્ષ બાદ ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. સરકારે એ પણ જાહેરાત કરી છે કે, ટોસબૂથ હટાવવામાં આવશે અને જીપીએસ દ્રારા ટેસ્ક વસૂલવામાં આવશે.
નવી પોલીસી મુજબ પ્રાઇવેટ વાહનોએ 20 વર્ષ બાદ અને કોર્મિશિયલ વ્હીકલે 15 વર્ષ બાદ ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. સરકારે એ પણ જાહેરાત કરી છે કે, ટોસબૂથ હટાવવામાં આવશે અને જીપીએસ દ્રારા ટેસ્ક વસૂલવામાં આવશે.
કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ લોકસભામાં વ્હિકલ સ્ક્રેપિંગ પોલીસીની જાહેરાત કરી છે. જેના હેઠળ નવી ગાડીની ખરીદી પર ડિસ્કાઉન્ટ મળશે. તેમજ રોડ ટેક્સમાં પણ છૂટ મળી શકે છે. નવી સ્ક્રેપિંગ પોલીસી મુજબ નિશ્ચિત સમય સીમામાં વાહનનો ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. નવી પોલીસી મુજબ પ્રાઇવેટ વાહનોએ 20 વર્ષ બાદ અને કોર્મિશિયલ વ્હીકલે 15 વર્ષ બાદ ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. જુની ગાડોનું ફિટનેસ ટેસ્ટ ઓટોમેટેડ સેન્ટરમાં કરવામાં આવશે. જેની વ્યવસ્થા સરકાર ટૂક સમયમાં કરશે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નવી જાહેરાત કરી છે. તેમના અુસાર, સ્ક્રેપિંગ નીતિન અપનાવનાર લોકોને નવું વાહન ખરીદવા પર 5 ટકાની છૂટ મળશે.
સ્વૈચ્છિક વાહન સ્ક્રેપિંગ માટે ખાનગી વાહનો માટે 20 વર્ષ અને કોમર્શિયલ વાહનો માટે 15 વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, આ નીતિના ચાર મુખ્ય ઘટક છે, છૂટ ઉપરાં, પ્રદૂષણ ફેલાવનારા વાહનો પર ગ્રીન ટેક્સ અને અન્ય ટેક્સની જોગવાઈ છે. આ વાહનોએ ઓટોમેટિક સુવિધાઓમાં ફરજિયાત ફિટનેસ અને પ્રદૂષણ પરીક્ષણોમાંથી પસાર થવું પડશે, તેના માટે દેશમાં ઓટોમેટિક ફિટનેસ સેન્ટરની જરૂરિયાત પડશે અને અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ.
જાણીએ સ્ક્રેપિંગ પોલીસીની મહત્વની વાતો
- સ્ક્રેપિંગ પોલીસીની આ વાતો જાણવી જરૂરી
- સ્ક્રેપિંગ પોલીસીમાં નવા વાહનની ખરીદી પર પાંચ ટકા ડિસ્કાઉન્ટ મળશે
- નવી ગાડી ખરીદ્યા બાદ ત્રણ વર્ષ સુધી રોડ ટેક્સમાં 25 ટકાની છૂટ મળશે
- નવી ગાડીના રજિસ્ટ્રેશન માટે કોઇ ફી નહી લેવાય
- નવી પોલીસીનો લાભ લેવા માટે ગ્રાહકે સ્ક્રેપિંગ સેન્ટર જઇને ગાડીની વેલ્યૂ જાણવી પડશે
- વાહનોની ફિટનેસ માટે દરેક જિલ્લામાં ફિટનેસ સેન્ટર ખોલાવામાં આવશે.
- વાહનોનું રજિસ્ટ્રેશન ખતમ થતાં જ ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે.
- નવી સ્ક્રેપિંગ પોલીસીમાં વિન્ટેજ કારને સામેલ નથી કરવામાં આવે
- જુની ગાડીના રજિસ્ટ્રેશન અને રિન્યૂઅલ ફીમાં પણ વધારો કરવામાં આવશે.
- વાહનને સ્કેપ કરાવવવા પર કિંમતના 4થી 6 ટકા ગાડીના માલિકને મળશે.
- એક વર્ષમાં ટોલબૂથ હટી જશે, GPS દ્વારા ટેક્સ વસૂલવામાં આવશે