શોધખોળ કરો
Advertisement
આજથી આ 10 રાજ્યોમાં સાવચેતી સાથે ખુલશે સ્કૂલો, ધાર્મિક-સામાજિક કાર્યક્રમોમાં પણ 100 લોકો જોડાઈ શકશે
ઓપન એયર થિયેટરને પણ ખોલવા માટે આજે મંજૂરી આપવામાં આવશે.
નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે અનલોક-4ની પ્રક્રિયાની વચ્ચે આજથી અનેક વસ્તુઓ પર છૂટ મળા જઈ રહી છે. આજથી સાંસ્કૃતિક, મનોરંજન, ધાર્મિક, રાજનીતિક અને સામાજિક કાર્યક્રમોમાં 100 લોકોને માસ્ક લગાવીને સામેલ થવાની મંજૂરી છે. આ દરમિયાન સામાજિક અંતર રાખવું પડશે, થર્મલ સ્કેનિંગની જોગવાઈ અને હેન્ડ વોશ અથવા સેનેટાઈઝરનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે.
ઓપન એયર થિયેટરને પણ ખોલવા માટે આજે મંજૂરી આપવામાં આવશે. જ્યારે દેશના 10 રાજ્યોમાં સાવચેતી સાથે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ પણ ખુલી જશે.
બિહાર, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મેઘાલય, નાગાલેન્ડમાં આજથી ફિફ્ટી ફિફ્ટી સ્કૂલ ખુલી જશે. જ્યારે યૂપી, ઝારખંડ, દિલ્હી, પંજાબ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં સ્કૂલો નહીં ખુલે.
કેવી રીતે સ્કૂલ શરૂ થશે?
માત્ર 50% શિક્ષક અને સ્ટાફની સાથે શરૂ થઈ રહી છે સ્કૂલ.
વાલીઓની લેખીત મંજૂરી પર જ વિદ્યાર્થી સ્કૂલ આવી શકશે.
કોરોનાથી બચવા માટે તમામ ઉપાય કરવાના રહેશે.
માસ્ક અને સામાજિક અંતર ફરજિયાત હશે.
સ્કૂલ ગેટ પર થર્મલ સ્ક્રીનિંગ હશે.
કન્ટેનમેન્ટ ઝોનમાં હાલમાં સ્કૂલ ખોલવાની મંજૂરી નહીં.
કન્ટેનમેન્ટ ઝોનથી બહારની સ્કૂલોમાં પણ એવા શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને પ્રવેસ નહીં આપી શકાય જે કન્ટેનમેન્ટ ઝોનમાં રહે છે.
સ્કૂલ જનારા વિદ્યાર્થીઓ, ટીચર્સ અને સ્ટાફને પણ કન્ટેનમેન્ટ ઝોનમાં જવાની મંજૂરી નહીં હોય.
સરકારી નિયમો અનુસાર માત્ર એવી જ સ્કૂલો અને કેલોજેને સંચાલિત કરવાની મંજૂરી છે જે કન્ટેનમેન્ટ ઝોનથી બહાર છે. પરિસરોની અંદર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનાર કર્મચારીઓને મંજૂરી નહીં હોય. વૃદ્ધ, ગર્ભવતી મહિલાઓ, બીમારી હોય તેવા લોકો સહિત વધારે જોખમવાળા કર્મચારીઓને પરિસરમાં બોલાવવામાં નહીં આવે. સ્કૂલમાં બાળકોને પુસ્તકો, કોપી, પેન અને પેન્સિલ જેવી વસ્તુઓ એકબીજા સાથે શેર ન કરે તેનું સ્કૂલ મેનેજમેન્ટે ધ્યાન રાખવાનું રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion