શોધખોળ કરો
Advertisement
ઉન્નાવ ગેંગરેપ: મોત પહેલાં પીડિતાએ ડોક્ટરને સવારે જ પૂછ્યું હતું કે, ‘શું હું બચી જઈશ’?
ઉન્નાવ રેપ કેસની પીડિતાનું શુક્રવાર મોડી રાત્રે 11.40 વાગ્યે દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં હાર્ટ અટેકથી મોત નિપજ્યું
ઉન્નાવ રેપ કેસની પીડિતાનું શુક્રવાર મોડી રાત્રે 11.40 વાગ્યે દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં હાર્ટ અટેકથી મોત નિપજ્યું હતું. યુવતીને ગુરૂવાર સાંજે એકલિફ્ટ કરીને લખનઉની શ્યામ પ્રસાદ મુખર્જી હોસ્પિટલથી દિલ્હી લાવવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટથી સફદરગંજ હોસ્પિટલ સુધી એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. ડોક્ટરે કહ્યું હતું કે, પીડિતાનું શરીર 90 ટકા બળી ગયું છે. પીડિતાએ શુક્રવાર સવારે જ ડોક્ટરને પૂછ્યું હતું કે, શું હું બચી જઈશ?
સફદરજંગ હોસ્પિટલના બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી વિભાગના પ્રમુખ ડો.શલભ કુમારે કહ્યું હતું કે, અમારા તમામ પ્રયાસો છતાં પણ પીડિતાને બચાવી શક્યા નથી. સાંજે તેની સ્થિતિ બહુ જ ખરાબ થવા લાગી હતી. રાત્રે 11.10 વાગ્યે તેને કાર્ડિયર અરેસ્ટ આવ્યો હતો. તેની સારવાર શરૂ કરવામાં આવી અને તેને બચાવાની પૂરી કોશિષ કરી પરંતુ 11.40 વાગ્યે તેનું મોત નિપજ્યું હતું.
ઉન્નાવ બિહાર પોલીસ અંતર્ગત દુષ્કર્મ પીડિતાને ગુરૂવારે વહેલી સવારે પાંચેય લોકોએ જીવતી સળગાવી હતી. પીડિતાએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે, શિવમ ત્રિવેદી નામના શખ્સે તેને પ્રેમજાળમાં ફસાવી હતી ત્યાર બાદ રાયબરેલી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ આરોપ મૂક્યો હતો કે ત્રિવેદીએ મોબાઈલમાં તેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો.
વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તે સતત દુષ્કર્મ કરતો રહ્યો. યુવતીએ કહ્યું હતું કે, શિવમે કેટલાંય શહેરોમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ લગ્ન માટે પણ દબાણ કરતો હતો પરંતુ શિવમ માન્યો જ નહતો. યુવતીને સળગાવનાર એક અન્ય આરોપીએ પણ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું જે થોડાંક દિવસ પહેલાં જ જામીન પર બહાર આવ્યો હતો.
પીડિતા રાયબરેલીમાં પોતાની ફોઈના ત્યાં રહેવા જતી રહી હતી. પીડિતાએ કહ્યું હતું કે, ગુરૂવાર સવારે 4 વાગ્યે તે ટ્રેન પકડવા માટે બૈસવારા બિહાર રેલવે સ્ટેશન જઈ રહી હતી. ત્યારે મૌરા મોડ ગામના હરિશંકર ત્રિવેદી, કિશોર, શુભમ, શિવમ અને ઉમેશે તેને ઘેરી લીધી હતી અને ડંડા, ચાકુથી પ્રહાર કર્યાં હતાં. આ બધાંની વચ્ચે ચક્કર ખાઈને જમીન પર પડી જતાં આરોપીઓએ પેટ્રોલ છાંટીને તેને સળગાવી નાખી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
બિઝનેસ
Advertisement