શોધખોળ કરો
Advertisement
જિંદગીની જંગ હારી ગઇ ઉન્નાવની ગેંગરેપ પીડિતા, હાર્ટએટેકને કારણે મૃત્યુ
સફદરજંગ હોસ્પિટલના બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી વિભાગના પ્રમુખ ડૉ.શલભ કુમારે કહ્યું કે અમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાંય પીડિતાને બચાવી શકયા નથી.
લખનઉઃ ઉન્નાવ રેપ કેસની પીડિતાએ સફદરજંગ હોસ્પિટલમાં રાત્રે 11:40 વાગ્યે અંતિમ શ્વાસ લીધા છે. હાર્ટએટેકને કારણે પીડિતાનું મૃત્યુ નીપજ્યું હોવાનું ડોક્ટરે જણાવ્યું છે. મહત્વનું છે કે, પીડિતાએ પોતાની અંતિમ ક્ષણોમાં તેના ભાઈને કહ્યું હતું કે, ‘હુ જીવવા માગું છું’. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં જામીન પર છૂટેલા સામુહિક દુષ્કર્મના આરોપીઓએ પીડિત યુવતીને જીવતી સળગાવી દીધી હતી. રાજધાનીના સફદરગંજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પીડિતાની હાલત નાજુક હતી, તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.
સફદરજંગ હોસ્પિટલના બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી વિભાગના પ્રમુખ ડૉ.શલભ કુમારે કહ્યું કે અમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાંય પીડિતાને બચાવી શકયા નથી. સાંજે તેની સ્થિતિ ખરાબ થવા લાગી હતી. રાત્રે 11.10 વાગ્યે તેને કાર્ડિયર અરેસ્ટ આવ્યો. તેની સારવાર શરૂ કરાઇ અને તેને બચાવાની પૂરો પ્રયત્ન કર્યો પરંતુ 11.40 વાગ્યે તેનું મોત થઇ ગયું. પીડિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે.
યુવતીને તેના જ ગામના આરોપી શિવમે લગ્નની લાલચ આપીને ફસાવી દીધી હતી. તેને પીડિતાનો દુષ્કર્મનો વીડિયો બનાવીને બ્લેકમેઈલ અને માનસિક ટોર્ચર કરવા લાગ્યો હતો. હેરાન થઈને પીડિતા તેની ફોઈના ઘરે જતી રહી હતી. શિવમે ત્યાં પણ તેનો પીછો કર્યો અને હથિયારને ઢાલ બનાવીને તેની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.
આપને જણાવી દઇએ કે ઉન્નાવ બિહાર પોલીસ અંતર્ગત રેપ પીડિતા (20)ને ગુરૂવારે વહેલી સવારે પાંચેય લોકોએ જીવતી સળગાવી દીધી હતી. ઘટનામાં સામેલ તમામ પાંચેય આરોપીઓની ધરપકડ કરી લેવાઇ છે. પીડિતાએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે શિવમ ત્રિવેદી નામના શખ્સે તેને પ્રેમજાળમાં ફસાવી અને પછી રાયબરેલી લઇ જઇ દુષ્કર્મ આચર્યું. પીડિતાએ આરોપ મૂકયો હતો કે ત્રિવેદીએ મોબાઇલમાં તેનો વીડિયો બનાવી લીધો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તે સતત દુષ્કર્મ કરતો રહ્યો. યુવતીએ કહ્યું કે શિવમે કેટલાંય શહેરોમાં લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ લગ્ન માટે દબાણ કર્યું પરંતુ શિવમ માન્યો નહીં. યુવતીને સળગાવનાર એક અન્ય આરોપીએ પણ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું જે થોડાંક દિવસ પહેલાં જ જામીન પર બહાર આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement