UP Election 2022: કઇ પાર્ટીએ નવા ફોર્મ્યૂલામાં યુપીમાં બે મુખ્યમંત્રી અને ત્રણ ઉપમુખ્યમંત્રી બનાવવાની કરી જાહેરાત, જાણો
ગઠબંધનની જાહેરાતના સમયે અસદુદ્દીન ઓવૈસીએ કંઇક એવો ફોર્મ્યૂલો કાઢ્યો જેના વિશે કદાચ આ પહેલા ક્યારેય સાંભળ્યુ હોય.
Uttar Pradesh Assembly Election 2022: ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો મતદારોને લોભાવવા નવા નવા ફોર્મ્યૂલા લાવી રહ્યાં છે. ચૂંટણી પ્રચાર યુપીમાં ચરમ પર પહોંચી ગયો છે, કેમ કે પાર્ટી સત્તામાં આવવા માટે મોટા મોટા વાયદાઓ કરી રહી છે, ત્યારે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આજે બાબૂ સિંહ કુશવાહાની પાર્ટી અને ભારત મુક્તિ મોરચા સાથે ગઠબંધ કરવાની જાહેરાત કરી છે.
ગઠબંધનની જાહેરાતના સમયે અસદુદ્દીન ઓવૈસીએ કંઇક એવો ફોર્મ્યૂલો કાઢ્યો જેના વિશે કદાચ આ પહેલા ક્યારેય સાંભળ્યુ હોય. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બાબૂ સિંહ કુશવાહા અને ભારત મુક્તિ મોરચાની સાથે ગઠબંધનની જાહેરાત કરતા કહ્યું કે જો ગઠબંધન સત્તામાં આવે છે, તો રાજ્યમાં બે મુખ્યમંત્રી હશે. આ બે મુખ્યમંત્રીઓથી એક અસદુદ્દીન ઓવૈસી સમુદાયમાંથી અને બીજો દલિત સમુદાયમાંથી હશે. મુસ્લિમ સમુદાયની વાત કરનારા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે અહીં 3 ડેપ્યૂટી સીએમ એટલે કે ત્રણ ઉપમુખ્યમંત્રી પણ હશે. જે મુસ્લિમ સમુદાયમાંથી હશે.
આ પહેલા ગુર્જરના સપાના દામન થામ્યા બાદ અસદુદ્દીન ઓવૈસીએ તેની જુની તસવીરોના બહાને અખિલેશ યાદવ પર જોરદાર કટાક્ષ કર્યો છે. અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરીને લખ્યું- એસપી એક વૉશિંગ મશીન છે, જેમાં સંધી સેક્યૂલર બની જાય છે. મરહૂમ કલ્યાણ સિંહ, હિન્દુ યુવા વાહિનીના સુનીલ, સ્વામી પ્રસાદ અને હવે આ. આશા છે કે મુસ્લિમ એસપી નેતા તેમની ગુલપેશી કરશે અને તેમના સામાજિક ન્યાય માટે પોતાની જવાની કુરબાન કરશે. બાકી બી ટીમનો ધબ્બો તો માત્ર અમારી પર જ લાગશે. મુખિયા ગુર્જર થોડાક દિવસો પહેલા સુધી યુપીમાં કમલના ફૂલની ખુશબુને વિખેરી રહ્યાં હતા, પરંતુ આ વખતે ચૂંટણીમાં ફરીથી સાયકલ પર સવારી કરશે.
AIMIM chief Asaduddin Owaisi announces his alliance in Uttar Pradesh with Babu Singh Kushwaha & Bharat Mukti Morcha
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 22, 2022
"If the alliance comes to power there will be 2 CMs, one from OBC community & another from Dalit community. 3 Dy CMs incl from Muslim community,"he said#uppolls pic.twitter.com/fu2rVgaN0S
અસદુદ્દીન ઓવૈસી યુપી ચૂંટણીમાં અખિલેશ યાદવ પર સતત નિશાનેબાજી કરી રહ્યાં છે. આનુ કારણે છે યુપીમાં મુસલમાનની કુલ વસ્તી 20 ટકા છે. ઉત્તરપ્રદેશ વિધાનસભામાં 403 બેઠકોમાંથી 107 બેઠકો એવી છે, જ્યાં મુસ્લિમ મતદારો હાર અને જીત નક્કી કરવાની તાકાત રાખે છે.
આ પણ વાંચો........
India Corona Cases: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રિક, જાણો આજે કેટલા નોંધાયા કેસ
ગુજરાતના આ જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત
ગુજરાત સરકારની નવી ગાઇડલાઇનમાં લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઇ મંજૂરી?
રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ?
35 YouTube ચેનલને મોદી સરકારે કરી બ્લોક, ભારત વિરોધી કન્ટેન રજૂ કરાતુ હતું