શોધખોળ કરો

UP Politics: સત્યપાલ મલિકની સુરક્ષામાં કરાયો ઘટાડો, નહી મળે Z+ સિક્યોરિટી

સુરક્ષામાં ઘટાડા બાદ પૂર્વ રાજ્યપાલની પ્રતિક્રિયા પણ આવી છે

UP News: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. પૂર્વ રાજ્યપાલે પોતે આ દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે તેમની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેમના દાવા મુજબ, અગાઉ ભૂતપૂર્વ ગવર્નરને Z+ સુરક્ષા હતી પરંતુ હવે તેમની સુરક્ષા હેઠળ માત્ર એક PSO તૈનાત કરવામાં આવશે. સુરક્ષામાં ઘટાડા બાદ પૂર્વ રાજ્યપાલની પ્રતિક્રિયા પણ આવી છે.

પૂર્વ ગવર્નરનો દાવો છે કે ખેડૂતોના મુદ્દા ઉઠાવવા અને કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજનાની વાત કરવાને કારણે સુરક્ષામાં કાપ મૂકવામાં આવ્યો છે. હકીકતમાં, સત્યપાલ મલિક 2019માં જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ બન્યા હતા. જે પછી, 5 ઓગસ્ટ, 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 ની જોગવાઈઓ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ જમ્મુ અને કાશ્મીરમાંથી જમ્મુ અને કાશ્મીર એમ બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા.

સત્યપાલ મલિકે શું કહ્યું?

સુરક્ષામાં ઘટાડા અંગે પૂર્વ ગવર્નરે કહ્યું હતું કે "જે તમામ ગવર્નરો નિવૃત્ત થયા છે, તેમની પાસે હજુ પણ સુરક્ષા છે. મારી સુરક્ષા લગભગ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે. મને માત્ર એક જ PSO આપવામાં આવ્યો છે, તે પણ ત્રણ દિવસથી આવ્યો નથી." જ્યારે હું ખૂબ જોખમમાં છું. ખતરો એટલા માટે છે કે જ્યારે 370ને ત્યાંથી હટાવી દેવામાં આવી ત્યારે હું જ હતો. આ સિવાય મેં એસેમ્બલીનું વિસર્જન કર્યું હતું. ત્યાંના જનરલોએ મને કહ્યું કે તમને પાકિસ્તાનથી પણ ખતરો છે."

તેમણે કહ્યું હતું કે કાશ્મીરની સલાહકાર સમિતિએ મારા ટ્રાન્સફર સમયે લખ્યું હતું કે તેમને અહીં પણ ખતરો છે. તેમને દિલ્હીમાં એક ઘર આપવામાં આવે અને સુરક્ષા આપવામાં આવે. પરંતુ હવે તે બધું હટાવી દેવામા આવ્યું છે. નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીર બાદ સત્યપાલ મલિકને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. ગોવા બાદ સત્યપાલ મલિકને મેઘાલયના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. સત્યપાલ મલિક ઓક્ટોબર 2022 સુધી મેઘાલયના રાજ્યપાલ રહી ચૂક્યા છે.

Exclusive : સિદ્ધુ મૂસેવાલાની હત્યાને લઈ લોરેંસનો સનસની ખુલાસો, કહ્યું - બદલો તો હજી બાકી છે

Sidhu Moosewala Murder Case Exclusive: પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી એબીપી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં આ ખુલાસો કર્યો છે. સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના આરોપી લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે, ગોલ્ડી બ્રારે સિદ્ધુ મુસેવાલાની હત્યા કરાવી હતી. તેણે (બ્રારે) બધું પ્લાનિંગ કર્યું હતું. હા, હું પણ મુસેવાલાથી નારાજ હતો કારણ કે તે અમારી હરીફ ગેંગને ટેકો આપતો હતો.

જેલમાંથી જ વાત કરતા બિશ્નોઈએ કહ્યું હતું કે, કેટલાક લુઝ પોઈન્ટ્સ છે જ્યાંથી ફોન લાવવામાં આવે છે. અમે જેલમાંથી જ મેનેજ કરીએ છીએ. ગેંગસ્ટર બિશ્નોઈએ કહ્યું હતું કે, અમે અમારો પક્ષ રજૂ કરવા માંગીએ છીએ. સમાજની અંદર અમને ખૂબ જ નકારાત્મક બતાવવામાં આવી રહ્યા છે. અમને આતંકવાદી કહેવામાં આવે છે. હું અપરાધની દુનિયામાંથી બહાર આવવા માંગુ છું. આ બધી બાબતો અંગે હું મારી વાત તમારી સામે રાખવા માંગુ છું. અમે બોલવામાં એટલા સારા નથી. ટીવી પર ક્યારેય બોલ્યા નહીં, ભૂલ હોય તો માફ કરજો.

મુસેવાલાની હત્યાની માહિતી કેવી રીતે મળી?

મુસેવાલાની હત્યા પર લોરેન્સે વધુમાં કહ્યું હતું કે, હું સૂઈ રહ્યો હતો. કેનેડાથી એક મિત્રએ મને ફોન કરીને કહ્યું કે, હત્યા થઈ છે. મેં ફોન પર વાત કરી. અહીં રિમાન્ડ પર આવ્યા બાદ જાણવા મળ્યું હતું કે, ગોલ્ડીએ તેની હત્યા કરાવી હતી. મારો ફોન બંધ હતો. મારી લિંકના છોકરાઓ ગોલ્ડીભાઈના સંપર્કમાં હતા. ગોલ્ડીભાઈ મારી ગેંગ ચલાવે છે. મને ખબર હતી કે, મુસેવાલાની હત્યા કરવામાં આવશે, પણ પ્લાનિંગ મારું નહોતું. આ પ્લાન ગોલ્ડી બ્રાર, સચિન અને અન્યોએ બનાવ્યો હતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget