શોધખોળ કરો
Advertisement
Vaccine News: દેશના 5 રાજ્યોમાં અત્યાર સુધી 5000 ડોઝ બરબાદ થયા, કેટલાક રાજ્યોમાં 10% રસી નકામી ગઈ
બિહારના સ્વાસ્થ્ય અધિકારીઓએ પણ કહ્યું કે, રસીની બરબાદી અત્યાર સુધી 10 ટકાની અંદર જ છે.
નવી દિલ્હીઃ દેશભરમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયા બાદ 5 રાજ્યોમાં જ અત્યાર સુધીમાં 5000થી વધારે રસી બરબાદ થઈ છે. પાંચ રાજ્યોના ડેટાથી જાણવા મળે છે કે એકલા ત્રિપુરામાં જ 10ટકાથી વધારે રસી નકામી ગઈ છે. રસી નકામી જવાનું મુખ્ય કારણ રસીની શીશીઓ ખોલ્યા બાદ પૂરતી સંખ્યામાં લાભાર્થિઓ ન મળવાનું કહેવાય છે. આ શીશીઓ ખોલ્યાના ચાર કલાકની અંતર તેનો ઉપયોગ કરવો પડે છે.
ત્રિપુરા રસીકરણ અધિકારી ડો. કલ્લોલ રોયે કહ્યું કે, “અત્યાર સુધી કુલ 1623 રસીના ડોઝ અથવા 11 ટકા રસી બરબાદ ગઈ છે કારણ કે અનેક લાભાર્થી રસીકરણ દરમિયાન ઉપલબ્ધ ન હતા અને સીરિંઝમાં ભરવા દરમિયાન ડ્રોપલેટ્સ પડે છે. તેની સાથે જ અમારે ચાર કલાકની અંદર શીશીનો ઉપયોગ કરવાનો હોય છે.” ઓથોરિટીઝે રસીની બરબાદી રોકવા માટે વેક્સીનેટર્સને એવા લોકોને પણ રસી આપવાની મંજૂરી આપી છે જેમને એ દિવસે શેડ્યૂઅલમાં સામેલ કરવામાં ન આવ્યા હોય.
રસીની બરબાદી રોકવા માટે રાજ્યોને દિશા-નિર્દેશ
કોરોના પર ગુરુવારે બ્રીફિંગ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણને રસીની બરબાદી પર કહ્યું કે, “જ્યારે અમે કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે દેશભરમાં 10 ટકા રસી બરબાદનો અંદાજ લગાવ્યો હતો. અમે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિસ્તારથી દિશા નિર્દેશ આપ્યા છે કે કેવી રીતે રસીની બરબાદી અટકાવી શકાય. અમે અમારા ડિજિટલ પ્લેટફોર્મને વધારે કારગર બનાવ્યું છે અને અમે સાઈટ પર રસીકરણ સેશન સંભાળી રહેલ લોકોને મંજૂરી આપી છે કે નક્કી લોકો ઉપરાંત ડેટાબેસમાં હોય તેવા બીજા લોકોને આવી સ્થિતિમાં રસી આપી શકાય છે.”તેમણે કહ્યું કે, મંત્રાલયના વિશ્લેષણ બાદ ડેટા શેર કરવામાં આવશે.
પંજાબ અને બિહારમાં 10 ટકાથી ઓછી રસી બરબાદ થઈ
પંજાબમાં કોરોના માટે રાજ્ય નોડલ અધિકારી ડો. રાજેશ ભાસ્કર અનુસાર 1200 ડોઝ બરબાદ થાય છે. આ સંખ્યા 10 ટકાથી ઓછી છે. રાજ્યમાં સપ્તાહમાં ચાર દિવસ રસીકરણ થાય છે.
બિહારના સ્વાસ્થ્ય અધિકારીઓએ પણ કહ્યું કે, રસીની બરબાદી અત્યાર સુધી 10 ટકાની અંદર જ છે.
અનેક રાજ્યોમાં રસીની બરબાદી નહીં
ઉત્તરાખંટના રસીકરણ અધિકારી ડો. કુલદીપ સિંહે કહ્યું કે, 4.1 ટકા ડોઝ બરબાદ થયા છે જેની સંખ્યા લગભગ 14500 આસપાસ છે. જ્યારે ઓડિશામાં 0.58 ડોઝ બરબાદ થયા છે. ઝારખંડ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કેરળ અને છત્તીસગઢના સ્વાસ્થ્ય અધિકારીઓ અનુસાર કોઈ રસીના ડોઝ વેસ્ટ નથી થયા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement