શોધખોળ કરો
નેપાલ આતંકીઓનો નવો અડ્ડો, ભારત પર હુમલો કરનારા આતંકી સંગઠનો પર પાકિસ્તાને નથી કરી કાર્યવાહીઃ અમેરિકન રિપોર્ટ
ભારત અને નેપાલ બોર્ડર પર પણ સુરક્ષા ઓછી છે, જેના કારણે આતંકીઓને નેપાલમાંથી ભારત આવવુ સરળ બની જાય છે
![નેપાલ આતંકીઓનો નવો અડ્ડો, ભારત પર હુમલો કરનારા આતંકી સંગઠનો પર પાકિસ્તાને નથી કરી કાર્યવાહીઃ અમેરિકન રિપોર્ટ us terror report on pakistan and terrorist organizations નેપાલ આતંકીઓનો નવો અડ્ડો, ભારત પર હુમલો કરનારા આતંકી સંગઠનો પર પાકિસ્તાને નથી કરી કાર્યવાહીઃ અમેરિકન રિપોર્ટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/06115349/terrorist-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ન્યૂયોર્કઃ વિશ્વ આતંકવાદ પર અમેરિકાનો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં પાકિસ્તાનની ઝાટકણી કાઢવામાં આવી છે, ભારતમાં થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનની નિષ્ક્રિયતા અને ભાગીદારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આતંકવાદ પર અમેરિકાના રિપોર્ટે પાકિસ્તાનના જુઠ્ઠાણાની પોલ ખોલી દીધી છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, પાકિસ્તાને ભારતમાં હુમલા કરનારા આતંકી સંગઠનો વિરુદ્ધ કોઇપણ પ્રકારની કાર્યવાહી નથી કરી. ભારત દુનિયાના દરેક મંચ પર કહી ચૂક્યુ છે કે પાકિસ્તાનમાં આતંકી સંગઠનોનો અડ્ડો છે.
રિપોર્ટ અનુસાર, બીજો એક મોટો ખુલાસો થયો છે કે, ભારતમાં કેટલાય આતંકી હુમલાને અંજામ આપનારા આતંકી સંગઠન હિઝબૂલ મુઝાહિદ્દીને નેપાલને પોતાનો નવો આતંકી અડ્ડો બનાવ્યો છે. હિઝબૂલના તાર પાકિસ્તાનમાં રહેલા આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાથી જોડાયેલા છે.
રિપોર્ટમાં સુરક્ષાનો હવાલો આપવામાં આવ્યો છે, કહેવાયુ છે કે, નેપાલમાં સુરક્ષાના પુરતી વ્યવસ્થા ના હોવાના કારણે નેપાલ આતંકીઓનો અડ્ડો બની રહ્યો છે. ભારત અને નેપાલ બોર્ડર પર પણ સુરક્ષા ઓછી છે, જેના કારણે આતંકીઓને નેપાલમાંથી ભારત આવવુ સરળ બની જાય છે.
રિપોર્ટમાં સ્પષ્ટરીતે પાકિસ્તાન સામે નિશાન તાકવામાં આવ્યુ છે, કહેવાયુ છે કે, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનો આજે પણ પાકિસ્તાનમાં છે, અને આતંકીઓને ટ્રેનિંગ આપી રહ્યાં છે.
![નેપાલ આતંકીઓનો નવો અડ્ડો, ભારત પર હુમલો કરનારા આતંકી સંગઠનો પર પાકિસ્તાને નથી કરી કાર્યવાહીઃ અમેરિકન રિપોર્ટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/06115336/Trumps-03-300x225.jpg)
![નેપાલ આતંકીઓનો નવો અડ્ડો, ભારત પર હુમલો કરનારા આતંકી સંગઠનો પર પાકિસ્તાને નથી કરી કાર્યવાહીઃ અમેરિકન રિપોર્ટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/06115325/Trump-01-300x169.jpg)
![નેપાલ આતંકીઓનો નવો અડ્ડો, ભારત પર હુમલો કરનારા આતંકી સંગઠનો પર પાકિસ્તાને નથી કરી કાર્યવાહીઃ અમેરિકન રિપોર્ટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/06115330/Trumps-01-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
ક્રાઇમ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)