Delhi: સાસુ-સસરા દ્ધારા પુત્રવધૂને ટોણા મારવા ક્રૂરતાની કેટેગરીમાં નથી આવતા, દહેજ હત્યામાં આરોપીને નિર્દોષ છોડ્યા
મૃતકના માતા-પિતાનો આરોપ છે કે પતિ અને સાસરિયાઓ તેમની પુત્રીને દહેજ માટે ત્રાસ આપતા હતા
નવી દિલ્હી: દિલ્હીની એક કોર્ટે દહેજની માંગને લઇને પોતાની પત્ની સાથે કથિત રીતે ક્રૂરતા કરવા અને તેને આત્મહત્યા માટે ઉશ્કેરવા મામલે પતિ અને તેના માતાપિતાને આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યા છે. આ ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે પરિવારના તાણાવાણામાં સામાન્ય ટોણા મારવા એ ક્રૂરતા ગણાતી નથી. હકીકતમાં આરોપીઓ પર પીડિતાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. કોર્ટે કહ્યું કે એ સાબિત કરી શકાતું નથી કે મૃતક પર ક્રૂરતા કે ઉત્પીડન કરવામાં આવ્યું હતું. આરોપીએ પીડિતાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.
કોર્ટે કહ્યું કે મૃતકની માતાની ગવાહી પણ એ જાણકારી આપતી નથી કે મૃતકને ટોણા મારવા સિવાય કોઇ ક્રૂરતા આચરવામાં આવી હોય. કોર્ટે કહ્યું હતું કે પરિવારની અંદર ટોણા મારવાની સામાન્ય હરકતો ક્રૂરતા નથી. ક્રૂરતાનો અર્થ IPCની કલમ 498-A હેઠળ મહિલા અથવા તેના માતા-પિતાને મિલકતની કોઈપણ ગેરકાયદેસર માંગ સંતોષવા માટે મજબૂર કરવાની દ્રષ્ટિથી ઉત્પીડન છે.
ઉલ્લેખનીય છે કે એક મહિલાએ લગ્નના 15 મહિનામાં જ ફાંસી લગાવીને જીવનનો અંત આણ્યો હતો. મૃતકના માતા-પિતાનો આરોપ છે કે પતિ અને સાસરિયાઓ તેમની પુત્રીને દહેજ માટે ત્રાસ આપતા હતા. પતિ પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો પણ આરોપ હતો.
એડિશનલ સેશન્સ જજ નીરજ ગૌરે કર્યું હતું કે ફરિયાદી પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે કે મૃતકના મોતના થોડા સમય અગાઉ તેમની સાથે ક્રૂરતા અથવા ઉત્પીડન કરવામાં આવ્યુ હોય અથવા દહેજની કોઇ માંગ કરવામાં આવી હતી.
ન્યાયાધીશે 27 ઓગસ્ટના રોજ આપેલા એક આદેશમાં કહ્યું હતું કે રેકોર્ડ પરના પુરાવા એ દર્શાવતા નથી કે મૃતક પર આઈપીસીની કલમ 498A હેઠળ કોઇ પણ પ્રકારની ક્રૂરતા કરવામાં આવી હતી.
Koffee With Karan 7: દિશા પાટની સાથે બ્રેકઅપ થયા બાદ ટાઈગર શ્રોફે કર્યો ખુલાસો, કહી આ મોટી વાત
Asia Cup 2022: હોંગકોંગ વિરુદ્ધ Suryakumar Yadavએ મચાવી તબાહી, અંતિમ ઓવરમાં ફટકારી ચાર સિક્સ
GDP Data: ભારતીય અર્થવ્યવસ્થાએ રફ્તાર પકડી, 2022-23નો પ્રથમ ત્રિ-માસિક GDP દર 13.5 ટકા નોંધાયો