શોધખોળ કરો
Advertisement
અયોધ્યામાં 10 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ, જડબેસલાક કરાઈ સુરક્ષા, જાણો કેમ લેવાયો આ મોટો નિર્ણય
સુપ્રીમ કૉર્ટ અલાહાબાદ હાઈકોર્ટનાં 2010નાં નિર્ણયની વિરુદ્ધ 14 અપીલોની સુનાવણી કરી રહી છે.
નવી દિલ્હીઃ અયોધ્યા વિવાદ મામલે અંતિમ તબક્કાની સુનાવણી પહેલા પ્રશાસને મોટો નિર્ણય કર્યો છે. અયોધ્યા જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. અયોધ્યા કેસમાં આવનારા સંભવિત નિર્ણયને ધ્યાનમાં મોટા પાયે સુરક્ષાદળોને બોલાવવામાં આવ્યા છે. સુરક્ષા દલો માટે 200 સ્કૂલો આરક્ષિત રાખવામાં આવી છે.
મુખ્ય ન્યાયાધીશની બંધારણ બેંચ આ મુદ્દે સૌહાદપૂર્ણ ઉકેલ લાવવા માટે મધ્યસ્થતાની પ્રક્રિયા અસફળ થયા બાદ કેસમાં 6 ઑગષ્ટથી પ્રતિદિન સુનાવણી શરૂ કરી હતી.
સુપ્રીમ કૉર્ટ અલાહાબાદ હાઈકોર્ટનાં 2010નાં નિર્ણયની વિરુદ્ધ 14 અપીલોની સુનાવણી કરી રહી છે. બેન્ચે આ મામલે કોર્ટની કાર્યવાહી પુરી કરવા માટે 17 ઑક્ટોબરની સમયસીમા નક્કી કરી છે. બેન્ચનાં સભ્યોમાં ન્યાયમૂર્તિ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ ડી.વાઈ.ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ.એ.નઝીર પણ સામેલ છે. અલાહાબાદ હાઇકોર્ટે 4 વાર અલગ અલગ સિવિલ કેસ પર નિર્ણય સંભળાવતા વિવાદીત 2.77 એકર જમીનને તમામ 3 પક્ષો સુન્ની વક્ફ બૉર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા વિરાજમાનની વચ્ચે સમાન વહેંચણી કરવા કહ્યું હતુ.
સુપ્રીમ કોર્ટે અંતિમ તબક્કાની દલીલો માટે કાર્યક્રમ નિર્ધારિત કરતા કહ્યું હતુ કે, “મુસ્લિમ પક્ષ 14 ઑક્ટોબર સુધી પોતાની દલીલો પૂર્ણ કરશે અને ત્યારબાદ હિંદુ પક્ષકારોને પોતાની જવાબી દલીલ પુરી કરવા માટે 16 ઑક્ટોબર સુધી બે દિવસનો સમય આપવામાં આવશે.” આ મામલે 17 ઑક્ટોબર સુધી નિર્ણય સંભળાવવામાં આવે તેવી આશા છે. આ જ દિવસે મુખ્ય ન્યાયાધીશ ગોગોઈ રિટાયર થઈ રહ્યા છે. અયોધ્યા વિવાદના સંભવિત નિર્ણયને લઈને 10 ડિસેમ્બર સુધી અયોધ્યામાં કલમ 144 લાગુ છે. પ્રશાસસના આદેશ અનુસાર અયોદ્યા વિવાદમાં સંભવિત નિર્ણય, દીવાળી, ચેહલ્લુમ અને કાર્તિક મેળાને લઈને 2 મહિના સુધી અયોધ્યા જિલ્લામાં કલમ 144 લાગુ રહેશે. જિલ્લા પ્રશાસન અયોધ્યા નિર્ણયને લઈને એલર્ટ પર છે.Ayodhya District Magistrate, Anuj Kumar Jha: Decision to impose Section-144 also taken in consideration of upcoming festivals. https://t.co/LoQmPhPKMA
— ANI UP (@ANINewsUP) October 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement