શોધખોળ કરો
Advertisement
CM યોગીની મોટી જાહેરાત, ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કર્યું
અયોધ્યા: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફૈજાબાદનું નામ બદલીને અયોધ્યા કરી દીધું છે. તેની સાથે સીએમ યોગીએ કહ્યું કે જિલ્લામાં શ્રીરામ નામનું એરપોર્ટ બનાવવામાં આવશે જ્યારે દશરથના નામ પર નવું મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમને સંબોધન દરમિયાન તેઓએ જાહેરાત કરી હતી. સીએમ યોગીએ કહ્યું કે, એક વર્ષ બાદ ફરી હું રામની પવિત્ર જન્મભૂમિ પર આવ્યો છું. સાથે સીએમ યોગીએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું અયોધ્યા આન, બાન અને શાનનું પ્રતિક છે.
અયોધ્યામાં સીએમ યોગી આદિત્યનાથની આગેવાનીમાં આજે અયોધ્યામાં ઐતિહાસિક દીપોસ્તવ ઉજવવામાં આવી રહ્યો છે. આ ભવ્ય આયોજનમાં દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા કિમ જૂંગ સૂક પણ પહોંચી હતી.
યોગી આદિત્યનાથે કહ્યું કે અયોધ્યા સાથે કોઈ અન્યાય નહીં થાય. આખો દેશ જાણે છે કે અયોધ્યા શું ઇચ્છે છે. તેઓએ કહ્યું કે પહેલા લોકો અયોધ્યાનું નામ લેવા ડરતા હતા. હું છેલ્લા દોઢ વર્ષમાં છ વખત અયોધ્યા આવ્યો છું. તેઓએ કહ્યું કે અયોધ્યામાં દરશથના નામ પર નવું મેડિકલ કોલેજનું પણ નિર્માણ પણ થઈ રહ્યું છે.
આ કાર્યક્રમમાં દક્ષિણ કોરિયાની ફર્સ્ટ લેડી કિમ જૂંગ સૂકે પીએમ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેની સાથે સૂકે સીએમ યોગીને દીપોત્સવની શુભેચ્છા આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement