Uttarkashi Avalanche Accident: ઉત્તરકાશીમાં થયેલી હિમસ્ખલની દુર્ઘટનામાં 10 લોકોનાં મોત, રેસ્ક્યુ શરુ
ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશીમાં આવેલા પર્વતીયમાળામાં દ્રૌપદી કા ડાંડા નામની જગ્યાએ મંગળવારે હિમસ્ખલન થયું હતું. નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM)ના 28 ટ્રેનિંગ કરતા લોકો ટ્રેનિંગ માટે ગયા હતા
Uttarkashi Avalanche Accident: ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જીલ્લામાં આવેલા પર્વતીયમાળામાં દ્રૌપદી કા ડાંડા નામની જગ્યાએ મંગળવારે હિમસ્ખલન થયું હતું. આ દુર્ધટનામાં ત્યારે બની જ્યારે નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM)ના 28 ટ્રેનિંગ કરતા લોકો ટ્રેનિંગ માટે ગયા હતા. PTIના હવાલાથી મળેલા અહેવાલ મુજબ આ હિમસ્ખલનમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ વાયુસેના બચાવ અભિયાન ચલાવી રહી છે જે અંતર્ગત 2 ચિતા હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.
બીજી તરફ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું કે, 2 લોકોનાં મોત થયા છે જ્યારે 8 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે તમામ ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. બધા લોકો સલામત રીતે પાછા ફરે તેવી ભગવાનને પ્રાર્થના. અગાઉ રાજ્યના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે ઉત્તરકાશીમાં નેહરુ ઇન્સ્ટિટ્યૂટ માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટના 28 તાલીમાર્થી પર્વતારોહણ માટે ગયા હતા. આ ઘટના 14,000 ફૂટની ઉંચાઈ પર બની હતી. 8 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય લોકોનું ચોક્કસ સ્થાન હજુ જાણી શકાયું નથી.
હિમસ્ખલનથી 41 લોકો દબાયા હતા
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, નેહરુ પર્વતારોહણ સંસ્થાના આચાર્ય અમિત બિષ્ટે માહિતી આપી હતી કે, ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં હિમપ્રપાતમાં 10 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ વાયુસેના બચાવ અભિયાન ચલાવી રહી છે જે અંતર્ગત 2 ચિતા હેલિકોપ્ટર તૈનાત છે અને ઘણા હેલિકોપ્ટરને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક પ્રશિક્ષક, તાલીમાર્થી અને નર્સિંગ સહાયક સાથે કુલ 42 લોકો ટ્રેનિંગ માટે ગયા હતા. જેમાં 41 લોકો હિમસ્ખલનની ચપેટમાં આવી ગયા છે.
Ten killed in avalanche in Uttarakhand's Uttarkashi district: Nehru Institute of Mountaineering Principal Amit Bisht
— Press Trust of India (@PTI_News) October 4, 2022
અત્યાર સુધીમાં 4 મૃતદેહ મળી આવ્યાઃ
અધિકારીઓએ જણાવ્યું કે, હિમસ્ખલનની ચપેટમાં આવેલા 8 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને 30 લોકો લાપતા છે. તાલીમના સમયપત્રક મુજબ, કેમ્પ-1માં ઉચ્ચ ઊંચાઈ પરની તાલીમ માટેનો અભ્યાસક્રમ 2 ઓક્ટોબરથી 4 ઓક્ટોબર, 2022 દરમિયાન નક્કી કરવામાં આવ્યો હતો. 34 તાલીમાર્થીઓ અને 7 પર્વતારોહણ પ્રશિક્ષકો સવારે 8:45 વાગ્યે આ હિમસ્ખલનની ચપેટમાં આવી ગયા હતા. અત્યારે બચાવ કાર્ય ચાલુ છે અને અત્યાર સુધીમાં 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. SDRF, NDRF અને ભારતીય વાયુસેના બચાવ ટીમને મદદ કરી રહી છે.