શોધખોળ કરો

Vande Bharat Stone Pelting: વંદે ભારત એક્સપ્રેસ પર ફરી પથ્થરમારો, મેરઠ-મુઝફ્ફરનગર વચ્ચે કરાયો હુમલો

પથ્થરમારામાં કોઈને ઈજા થઈ નથી. ટ્રેનમાં બેસેલા કેટલાક મુસાફરોએ તેનો વીડિયો બનાવ્યો હતો.

વંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારો થયો છે. ગઈકાલે રાત્રે (18-19 જૂન) દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મેરઠ-મુઝફ્ફરનગર વચ્ચે નારા જડોદા રેલવે સ્ટેશન પરથી પસાર થતી વખતે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રેનના કાચને નુકસાન પહોંચ્યું હતું.  ટ્રેનમાં બેસેલા કેટલાક મુસાફરોએ તેનો વીડિયો બનાવ્યો હતો.

ANIએ રેલવેને ટાંકીને કહ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસના E1 કોચ પર પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં કોઈને ઈજા થઈ નથી. રેલવેનું કહેવું છે કે દિલ્હી મંડરની આરપીએફ ટીમ આરોપીને પકડવા માટે કામ કરી રહી છે. જોકે નારા જડોદાના રેલવે સ્ટેશન માસ્તર પથ્થરમારાની ઘટનાને નકારી રહ્યા છે.

ટ્રેન 29 મેના રોજ શરૂ થઈ હતી

29 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેહરાદૂનથી દિલ્હીના આનંદ વિહાર સ્ટેશન સુધી ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવી હતી. જ્યારે ટ્રેન શરૂ થઈ ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતે દહેરાદૂન પહોંચ્યા હતા.

જાન્યુઆરીથી પથ્થરમારાની 7મી ઘટના

જાન્યુઆરી 2023 પછી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની આ સાતમી ઘટના છે. અગાઉ મે મહિનામાં કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આવી જ ઘટના 6 એપ્રિલે પણ બની હતી, જ્યારે વિશાખાપટ્ટનમમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો હતો. આ પહેલા જાન્યુઆરીમાં વિશાખાપટ્ટનમમાં જ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો.

12 માર્ચે પશ્ચિમ બંગાળમાં વંદે ભારત પર પથ્થરમારાની ઘટના બની હતી, જેમાં ટ્રેનની બારીના કાચને નુકસાન થયું હતું. ઈસ્ટર્ન રેલવેએ જણાવ્યું હતું કે પથ્થરમારાની ઘટના મુર્શિદાબાદના ફરક્કામાં બની હતી.જાન્યુઆરી 2023માં RPFએ અહેવાલ આપ્યો હતો કે દાર્જિલિંગ જિલ્લામાં પથ્થરમારાને કારણે વંદે ભારત એક્સપ્રેસની બે બારી તૂટી ગઈ હતી. તે જ મહિનામાં હાવડાથી ન્યૂ જલપાઈગુડી જતી વંદે ભારત એક્સપ્રેસ પર માલદા પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

કુંભ મેળા માટે રેલવે તૈયાર

કુંભ મેળાને લઈને રેલ્વેની તૈયારીઓ હવેથી તેજ થઈ ગઈ છે. રેલવેએ શ્રદ્ધાળુઓને લાવવા અને લઈ જવા માટે વિશેષ ટ્રેનો ચલાવવાની પણ યોજના બનાવી છે. દેશના ખૂણે-ખૂણેથી મુસાફરોને કુંભ મેળામાં લઈ જવા માટે 800થી વધુ વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના બનાવવામાં આવી છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget