Vande Bharat: PM મોદીએ ઉત્તરાખંડની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને બતાવી લીલી ઝંડી, કહ્યુ- આધ્યાત્મિક ચેતનાની આકર્ષણનું કેન્દ્ર
પીએમ મોદીએ દેહરાદૂનથી દિલ્હી સુધીની વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી.
દેશભરમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યા સતત વધી રહી છે. ઉત્તરાખંડ રાજ્યને પ્રથમ વંદે ભારત ટ્રેન મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 25 મેના રોજ દેહરાદૂન અને દિલ્હી વચ્ચેની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.
PM Modi flags off Vande Bharat Express connecting Dehradun to Delhi
— ANI Digital (@ani_digital) May 25, 2023
Read @ANI Story | https://t.co/ZMjkjHXgxU#PMModi #VandeBharatExpress #Dehradun #Delhi pic.twitter.com/QJFzrFXg3n
પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેહરાદૂનથી દિલ્હી સુધીની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન સંપૂર્ણપણે સ્વદેશી રીતે બનાવવામાં આવી છે અને ટ્રેન તમામ અદ્યતન સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે.
#WATCH | Prime Minister Narendra Modi virtually flags off the inaugural run of Uttarakhand's first semi-high-speed Vande Bharat Express train connecting Dehradun with New Delhi pic.twitter.com/N3JwiMpS6q
— ANI (@ANI) May 25, 2023
પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ વંદે ભારત એક્સપ્રેસ માટે ઉત્તરાખંડના લોકોને શુભેચ્છા પાઠવતા કહ્યું કે આ ટ્રેન દેશની રાજધાનીને દેવભૂમિ સાથે ઝડપી ગતિએ જોડશે. તેમણે કહ્યું કે હવે વંદે ભારત ટ્રેન મારફતે દિલ્હી-દેહરાદૂન વચ્ચેની ટ્રેનની મુસાફરીમાં લાગતો સમય પણ ઘણો ઓછો થઈ જશે.
આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ તેમની તાજેતરની વિદેશ યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હું માત્ર ત્રણ દેશોની મુલાકાત લઈને પરત ફર્યો છું. આજે સમગ્ર વિશ્વ ભારત તરફ મોટી અપેક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આપણે ભારતના લોકોએ જે રીતે આપણી અર્થવ્યવસ્થાને મજબૂત કરી છે તેનાથી સમગ્ર વિશ્વનો વિશ્વાસ વધ્યો છે.
તેમણે કહ્યું કે ઉત્તરાખંડ જે રીતે કાયદો અને વ્યવસ્થાને સર્વોપરી રાખીને વિકાસના અભિયાનને આગળ ધપાવી રહ્યું છે તે પ્રશંસનીય છે. તેમણે કહ્યું કે હું માનું છું કે આ દેવભૂમિ આવનારા સમયમાં સમગ્ર વિશ્વની આધ્યાત્મિક ચેતના માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
પીએમ મોદીએ કહ્યું કે વિશ્વના લોકો ભારતને જોવા અને સમજવા ભારત આવવા માંગે છે. આવી સ્થિતિમાં, ઉત્તરાખંડ જેવા સુંદર રાજ્ય માટે આ એક મોટી તક છે. આ 'વંદે ભારત ટ્રેન' ઉત્તરાખંડને પણ આ તકનો પૂરો લાભ ઉઠાવવામાં મદદ કરશે.