શોધખોળ કરો

Vasundhara Raje Scindia as CM: વસુંધરા રાજેએ એક વર્ષ માટે માંગ્યું રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ, સ્પીકર બનવાનો કરી દીધો ઇનકાર- સૂત્ર

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ ભાજપ પાસે એક ખાસ માંગ કરી છે

Vasundhara Raje Scindia as CM: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ ભાજપ પાસે એક ખાસ માંગ કરી છે. સૂત્રોનું કહેવું છે કે વસુંધરા રાજે સિંધિયાએ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ પાસે તેમને એક વર્ષ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. આ પછી તે પોતે આ પદ છોડી દેશે. જોકે, આ સાથે સૂત્રોએ એમ પણ કહ્યું છે કે પાર્ટી નેતૃત્વએ તેમને સ્પીકર બનાવવાની ઓફર કરી હતી. સૂત્રોનું કહેવું છે કે તેમણે પાર્ટીના તેમને સ્પીકર બનાવવાના પ્રસ્તાવને નકારી દીધો હતો.

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મુખ્યમંત્રી બનાવવા માટે વિનંતી કરી છે. સાથે જ વસુંધરા રાજેએ પણ તેમને ધારાસભ્યોને અલગ-અલગ ના મળવાની સલાહ આપી છે. કહેવાઇ રહ્યું છે કે, વસુંધરા રાજેએ ગઈકાલે એટલે કે રવિવારે રાત્રે જેપી નડ્ડા સાથે ફોન પર વાત કરી હતી. પછી નડ્ડાએ તેમને સ્પીકર બનાવવાની ઓફર પણ કરી, જેને વસુંધરાએ ના પાડી.

બહુમતીનો આંકડો પાર કર્યો, છતાં પણ CM એલનમાં મોડુ કેમ ?
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 115 બેઠકો મેળવીને બહુમતીનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. જો કે, ચૂંટણી પરિણામોના એક સપ્તાહ બાદ પણ ભાજપ હજુ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શક્યું નથી. વાસ્તવમાં ભાજપને આશંકા છે કે મુખ્યમંત્રી પદની જાહેરાત બાદ પાર્ટીમાં આંતરિક કલહ વધશે અને તેનું પરિણામ ભાજપને ભોગવવું પડી શકે છે. આવી સ્થિતિમાં ભાજપે ત્રણ વરિષ્ઠ નેતાઓને નિરીક્ષક તરીકે રાજસ્થાન મોકલ્યા છે. ભાજપે રાજસ્થાન માટે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, સાંસદ સરોજ પાંડે અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને નિરીક્ષક બનાવ્યા છે.

મંગળવારે રાજસ્થાનમાં બીજેપીના ધારાસભ્ય દળની બેઠક 
પક્ષની ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે એટલે કે મંગળવારે ભાજપ નેતૃત્વ દ્વારા નિયુક્ત કરાયેલા ત્રણ નિરીક્ષકોની હાજરીમાં યોજાવાની છે. મંગળવારે સવારે 10:30 વાગ્યે યોજાનારી આ બેઠકમાં જ રાજસ્થાનના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. વાસ્તવમાં, પાર્ટી નેતૃત્વએ નિરીક્ષકોને મુખ્યમંત્રી પદ પર ધારાસભ્યો સાથે વાત કરીને રિપોર્ટ આપવા કહ્યું હતું. ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ આ અહેવાલ પર નિર્ણય લઈને મુખ્યમંત્રીની પસંદગી કરશે.

ચૂંટણી પરિણામો બાદથી વસુંધરાએ શરૂ કરી દીધુ હતુ આર્મ ટ્વીસ્ટિંગ
રાજસ્થાનના રાજકારણમાં વસુંધરા રાજે સિંધિયાનું કદ પણ ઘણું મોટું છે. તે પાર્ટીના મજબૂત નેતા છે અને બે વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ચૂંટણી પરિણામોમાં બમ્પર સફળતા મેળવ્યા પછી તેમણે તેમની શક્તિનું પ્રદર્શન કર્યું અને પક્ષના કેન્દ્રીય નેતૃત્વને હાથ ફેરવવાનું શરૂ કર્યું. ચૂંટણી પરિણામો પછી તેમના ઘરે વિજેતા ધારાસભ્યોની લાઇનો લાગી હતી, જ્યારે તે પોતે દિલ્હી પહોંચી હતી અને કેન્દ્રીય નેતૃત્વ સાથે અનેક રાઉન્ડની બેઠકો કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Embed widget